સંબંધિત સમાચાર
- આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના, ૮૦ થી ૧૦૦ કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન
- ગુજરાતમાં ૨૦૧૭-૧૮માં પ્રવેશ બાદ ૭૩ હજાર બાળકોએ ભણતર છોડ્યું
- ભ્રષ્ટાચારથી ખદબદતી આરટીઓમાં વધુ એક કૌભાંડ, રજાના દિવસે ૧૨૦ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ થયાં
- ધોરણ-૧૨ સાયન્સમાં હવે બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીની પૂરક પરીક્ષા લેવાશે
- ગુજરાતનાં ૧૫ શહેરોમાં ૪૩થી ૪૫ ડિગ્રી તાપમાન
વાયુ' વાવાઝોડુ:૨૦૧૯ : બપોરે ૪ વાગ્યા સુધી કુલ ૧,૬૪,૦૯૦ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવ્યાનુસાર આજે તા.૧૨/૦૬/૨૦૧૯ના રોજ બપોરે ૪.૦૦ કલાકની સ્થિતિએ 'વાયુ' વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત ૧૦ જિલ્લાઓમાં ૧,૬૪,૦૯૦ નાગરિકોનું સલામત સ્થળે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે.
રાજ્યના સંભવિત અસરગ્રસ્ત ૧૦ જિલ્લાઓમાં થયેલ સ્થળાંતરની વિગતો જોઈએ તો મોરબી જિલ્લામાં ૪,૩૮૭, ભાવનગર જિલ્લામાં ૨૩,૨૬૭, જુનાગઢ જિલ્લામાં ૧૬,૦૧૩, ગીર સોમનાથ જિલ્લામાં ૧૮,૦૫૮, જામનગર જિલ્લામાં ૧૧,૬૫૩, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૮,૪૯૦, કચ્છ જિલ્લામાં ૧૭,૯૮૨, પોરબંદર જિલ્લામાં ૧૯,૯૯૮, રાજકોટ જિલ્લામાં ૩,૪૩૬ અને અમરેલી જિલ્લામાં ૨૦,૮૦૬ મળીને કુલ ૧૦ સંભવીત અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૧,૬૪,૦૯૦ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની રહેવા-જમવા અને પીવાના પાણીની પુરતી વ્યવસ્થા સ્થાનિક વહિવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કરી દેવામાં આવી છે.
