Cyclone Vayu Live Update - સોમનાથમાં 75થી 80ની સ્પીડે પવન ફૂંકાયો, એક માછીમારનું મોત
-વાયુ વાવાઝોડુનો ખતરો ગુજરાત પર નહીં આવે તેવું સ્કાયમેટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે પરંતું તેની અસર પોરબંદર, દ્વારકા, વેરાવળ અને ઓખાના દરિયાકાંઠે થશે. વહેલી સવારથી વેરાવળના દરિયો ગાંડોતૂર બન્યો છે અને ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
- વેરાવળમાં ભારે પવનને કારણે 10થી 12 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે. પરંતુ કોઇ જાનહાનિ સર્જાઇ નથી. - - વાવાઝોડુ જેમ જેમ નજીક આવતું જશે તેમ તેમ દરિયાઇ કાંઠા પર ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. વાયુ વાવાઝોડાની અસર રાજકોટમાં જોવા મળી રહી છે.
- સવારે નવ વાગ્યા સુધીમાં સોમનાથ-વેરાવળમાં પરિસ્થિતિ સામાન્ય રહી છે. કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. સવારે આઠ કલાક સુધીમાં વરસાદના આંકડા આ મુજબ છે. વેરાવળ-9 , તાલાળા-6, સુત્રાપાડા-5, કોડીનાર-7, ઉના- 17 અને ગીર ગઢડા-7 મિલીમીટર વરસાદ પડ્યો છે.
- વિનાશકારી વાયુ નો ખતરો યથાવત..
-ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો યથાવત્..
- ગીર સોમનાથ દીવ થઈ વાવાઝોડું આગળ વધશે
-15 જૂન સુધી વાયુ વાવાઝોડાનો ખતરો યથાવત્
-વેરાવળ થી 110 કિ.મી દૂર વાવાઝોડાએ દિશા બદલી
-પવનની ગતિ ૧૩૫ થી ૧૬૦ કિમી રહેશે
-હવામાન વિભાગ 15 જૂન સુધી સ્થિતિ પર નજર રાખશે
- પોરબંદર જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી
- કંડલા દેવભૂમિ દ્વારકા માં ભારે વરસાદ ની આગાહી
- વાયુ કેટેગરી બેમાંથી કેટેગરી એક માં ફેરવાયું
- પરંતુ વાવાઝોડાની વિનાશકતા યથાવત...
- વેરાવળ થી નજીક પહોંચેલું સાયકલોન દૂર ફંટાયું...
- ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું વાયુ સાયકલોન...
- વાયુ દરિયાકાંઠાના વિસ્તારોને કરશે પ્રભાવિત...
- દરિયાકાંઠા પર વરસાદ અને પવન રહેશે...
- વાયુ વાવાઝોડું પોરબંદર થી 150 કી.મી દુર
- વેરાવળથી 110 કિમી દૂર વાયુ
- રાજ્યભરમાં ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી
- બપોરે બેથી ત્રણ વાગે સૌરાષ્ટ્ર દરિયાકાંઠે થી પસાર થશે વાવાઝોડું...
વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ‘વાયુ’ વાવાઝોડું કદાચ ગુજરાતના દરિયાકાંઠા સાથે નહીં ટકરાય. વાયુ હાલ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જે રીતની પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય પરંતુ પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠાની નજીકથી પસાર થશે..ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટે કહ્યું કે, વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાય એવી શક્યા ઓછી છે.
સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે વાયુ દરિયામાં આગળ વધતું રહશે, પરંતુ હાલ તે કેટેગરી-2 પ્રકારનું ભયાનક વાવાઝોડું છે, તે બદલીને કેટેગરી-1માં આવી શકે છે. જોકે, આ દરમિયાન હવાની ગતિ 135થી લઈને 175 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે.
- વાવાઝોડાંની અસર છેક ગિર સોમનાથ સુધી, સોમનાથ મંદિર ઢંકાયું ધૂળની ડમરીઓથી
- વાવાઝોડાની અસર, દરિયાઇ વિસ્તાર આસપાસ વિઝિબિલિટી ઝીરો
- પોરબંદર-દ્રારકા હાઇવે પર સમુદ્ર કિનારા અને કુછડી ગામને જોડતો પાળો તૂટ્યો, અરબી સમુદ્રનું પાણી ગામમાં ઘૂસે તેવી શકયતા
- વાયુ વાવાઝોડાના કારણે અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, પ્રહલાદનગર, રાણીપ, ઓઢવ સહિતના વિસ્તારોમાં પડ્યો વરસાદ
- વાયુ વાવાઝોડાને પહોંચી વળવા એરફોર્સ સજજ, જામનગર બેઝ પર 2 સી 17 હેલિકોપટર રેસ્ક્યુ માટે તૈયાર રાખવામાં આવ્યા. એરફોર્સ દ્વારા પણ વાવાઝોડા પર સતત રાખવામાં આવી રહી છે નજર.
- પોરબંદરના અસ્માવતી ઘાટ નજીક દરિયાના પાણી ઘૂસી જતા 25 જેટલી નાની હોડી તાણાય છે. ખારવા સમાજના આગેવાનો દ્વારા નાની બોટોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
-વાયુ વાવાઝોડાથી સિંહોને બચાવવા સાસણમાં વન વિભાગે 6 ટીમો બનાવી, ટ્રેકટર, જીસીબી, કટર મશીન સહિત એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી.
- વાવાઝોડા સાથે વરસાદ પણ થશે જેને લઈને તેની ગંભીરતા વધી જાય છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં અનેક ઠેકાણે 9 નંબરનું ભયજનક સિગ્નલ દર્શાવવામાં આવ્યું છે. જાફરાબાદ અને વેરાવળ બંદર પર 9 નંબરનું ભયજનક સીગ્નલ લગાવી દેવાયું છે. જાફરાબાદ બંદર પર પહેલી વાર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જાફરાબાદ બંદર પર પહેલી વખત 9 નંબરનું સિગ્નલ લાગ્યુ છે.
-વાયુના આગમન પહેલા જ તેની અસરથી પરિસ્થિતિ બદલાઈ
- સોમનાથ મંદિરની આસપાસ દરિયો બન્યો ગાંડોતૂર
- વાયુ વાવાઝોડુ ત્રાટકતા પહેલા જ સોમનાથમાં જોવા મળી અસર
- વાવાઝોડુ ના ડાયરેક્શન માં ફેરફાર થઈ રહ્યો છે પણ વહીવટી તંત્રની નજર ભાવનગર થી પોરબંદર સુધી તમામ વિસ્તારો પર લાગી છે અને સરકાર પોતાનું બચાવ કામગીરી માટે સજ્જ હોવાની વાત કરી
- પહેલા વાયુ વાવાઝોડું વેરાવળ ને ટચ થવાનું હતું હવે તેમાં પરિવર્તિત થઈને વેરાવળ થી દ્વારકા વચ્ચે ટચ થશે તેવો વહીવટી તંત્રનો દાવો
-ગુજરાતના દરિયાકાંઠાઓ પર વાતાવરણ બદલાય ગયુ. અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ તો ક્યાક પવન ફુંકાતા ધૂળની ડમરીઓ
- વાયુની અસર જામનગર અને દ્રારકામાં પણ જોવા મળી
- તોફાનને કારણે 21 ટ્રેનો થઈ રદ્દ
--- 170 કિલોમિટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન, મધરાત્રે ત્રાટકશે વાવાઝોડું
- વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે ત્યારે પવનની ગતિ પ્રતિ કલાકના 145થી 155 કિમીની હશે. જોકે, આ ગતિ વધીને 170 કિમી/કલાક સુધી પહોંચી શકે છે.
- વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે
- મુંબઈના દરિયાકિનારાથી વાવાઝોડું 290 કિલોમિટર દૂર
- પવનની ઝડપ વધીને 170 કિમી/કલાક થઈ શકે છે
- ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી 1,20,000 લોકોનું સ્થળાંતર કરાયું
- રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવી રહેલા વાયુ વાવાઝોડા મામલે ટ્વિટ કર્યું છે અને કૉંગ્રેસના કાર્યકર્તાઓને મદદ કરવા માટે કહ્યું છે.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેવાડાના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતા તંત્ર એલર્ટ થઇ ગયું છે. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તેમજ ધૂળની ડમરીઓ ઉડી રહી છે.
- દીવના દરિયાની જેમ પોરબંદર અને વેરાવળના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. જ્યારે વેરાવળના દરિયામાં સવારથી જ ઉચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં મોજા ઉછળવાને કારણે તંત્ર પણ પૂરજોશમાં વાયુ વાવાઝોડાનો સામનો કરવા સજ્જ બન્યું છે.
- વાવાઝોડા મામલે વિજય રૂપાણીની સમીક્ષા
- ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વીડિયો કૉન્ફરન્સ મારફતે રાજ્યની વાવાઝોડા મામલેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
- વિજય રૂપાણીએ સંબંધિત અધિકારીઓને વાવાઝોડાને લઈને વિવિધ સૂચનાઓ પણ આપી હતી. ઉપરાંત તેમણે હાલ રાજ્યમાં લોકોની સ્થળાંતરની પ્રક્રિયા ચાલી રહી છે તેના વિશે પણ વાત કરી હતી.
- બંદર પરની તૈયારીઓ અને માછીમારોની સ્થિતિને લઈને પણ વિજય રૂપાણીએ અધિકારીઓ સાથે વાત કરી હતી.
- જામનગર, પોરબંદર, દ્રારકામાં પણ પડી શકે છે ભારે વરસાદ
- ડિપ્રેશન હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું
- ધીમે ધીમે ઉત્તર – પશ્ચિમ તરફ આગળ વધશે સિસ્ટમ
- નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ(NDRF)ની 15 ટીમ ઉપલબ્ધ છે અને વધારાની 20 ટીમ પૂણે અને ભટીંડાથી રવાના કરાઇ છે. આમ એનડીઆરએફની સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારમાં 35 ટીમ ખડેપગે રહેશે.
-વલસાડના 3 તાલુકાનાં 20થી વધુ ગામોમાં પોલીસનું પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.
-10 જેટલી પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી છે તો 10 જેટલી ટીમને સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે.
-જે 20 ગામોમાં અસર થવાની છે તે ગામોના લોકોને તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવશે.
-ઉમરગામનાં 5, વલસાડનાં 5, પારડીનાં 3 ગામો અને દમણનાં ગામો ને વધુ અસર થવાની શક્યતા છે.
જેને લઈને વલસાડ અને દમણમાં તંત્ર ખડે પગે છે અને રેસ્ક્યુ અને ફાયર ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
- દીવ અને જાફરાબાદમાં વરસાદ શરૂ
- વાયુ વાવાઝોડાને લઈને દીવ અને જાફરાબાદ સહિત દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમા વરસાદ શરૂ થઈ ગયો છે.
- હવામાન વિભાગે વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
- આ સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી લોકોને ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
- દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા લોકોને સૌથી પહેલાં ખસેડવામાં આવી રહ્યાં છે.
અરબી સમુદ્રમાંથી ઉભરતી ચક્રવાતની વાવાઝોડું પવન પશ્ચિમ કિનારે ઝડપથી વધી રહ્યું છે. તે ઉત્તરમાં મહારાષ્ટ્રથી ગુજરાત જઈ રહ્યું છે. હવામાનશાસ્ત્ર વિભાગના જણાવ્યા પ્રમાણે, 13 જૂને, ગુજરાતના તટવર્તી વિસ્તારો પોરબંદર અને કચ્છ વિસ્તારમાં પહોંચવાની શક્યતા છે. વાવાઝોડું હવે વેરાવળથી 325 કિલોમીટર જ દૂર છે અને કલાકના નવ કિમીની ગતિથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ગંભીરથી અતિગંભીર કેટેગરીમાં ફેરવાઇ ગયું છે. એવા સંજોગોમાં 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંચથી સાત ઇંચ વરસાદ ખાબકી જાય તેવી પણ શકયતા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન હવે સિવિયર સાઇક્લોનમાં ફેરવાતા ચિંતાનું મોજું ફેરવાયું છે. બુધવારે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 2.91 લાખ લોકોનું સ્થળાંતર કરાશે. જ્યારે વીજળી પડવા અને વૃક્ષ ધરાશાયી થવાને કારણે રાજ્યમાં ચાર લોકોના મોત થયા છે.
બીજી બાજુ લશ્કરની 34 ટીમો સૌરાષ્ટ્ર કચ્છ તરફ રવાના કરવામાં આવી છે. પ્રભાવિત વિસ્તાર માટે અંદાજે 5 લાખ ફૂડ પેકેટ્સની પણ વ્યવસ્થા કરાઈ છે. તો મુખ્યમંત્રી રૂપાણીએ વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને રાખી તકેદારી રાખવા અપીલ કરી છે.
રાજ્યમાં વાયુ વાવાઝોડાની અસર શરૂ થઇ ગઇ છે, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો, તો દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. અત્યારસુધીમાં વરસાદી વાતાવરણને કારણે ત્રણ લોકોનાં મૃત્યુ થયાનું સામે આવ્યું છે, જેમાં વ્યારામાં વીજળી પડતાં એક મહિલાનું મોત થયું, તો ભાવનગરના મહુવામાં વૃક્ષ ધરાસાયી થતા એક ખેડૂતનું મોત નિપજ્યું છે અને સુરતમાં પણ વૃક્ષ ધરાસાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે. આ સિવાય ડાંગસુબિર તાલુકામાં વીજળી પડતાં એકનું મોત નીપજ્યું છે
નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ(NDRF)ની 15 ટીમ ઉપલબ્ધ છે અને વધારાની 20 ટીમ પૂણે અને ભટીંડાથી રવાના કરાઇ છે. આમ એનડીઆરએફની સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારમાં 35 ટીમ ખડેપગે રહેશે.