શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 13 જૂન 2019 (12:07 IST)

વાયુ વાવાઝોડું - ગુજરાત પર નહી ત્રાટકે વાયુ, રસ્તો બદલીને સમુદ્ર તરફ વળ્યુ, વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે, જાણો 10 ખાસ વાતો

ભારતીય હવામન વિભાગે કહ્યુ કે ચક્રવાત વાયુ ગુજરાત સાથે નહી ટકરાય્ આ વેરાવળ, પોરબંદર, દ્વારકાના નિકટથી થઈને પસાર થશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ જણાવ્યુ કે ગુજરાત સાથે વાયુ નહી અથડાય. આ ફક્ત  વેરાવળ, પોરબંદર, દ્વારકાથી થઈને પસાર થશે. તેની અસર તટીય વિસ્તારમાં જોવા મળી શકે છે. આ વિસ્તારમાં તેજ હવા અને ભારે વરસાદ થઈ શકે છે. બીજી બાજુ ગુજરાતમાં હાઈએલર્ટ રહેશે.  કારણ કે મોસમ ખૂબ ખરાબ રહી શકે છે.  આ ઉપરાંત સમુદ્ર પણ રોદ્ર રૂપ ધારણ કરી શકે છે.  અનેક વિસ્તારમાં વરસાદ પ અડ્યો છે. બીજી બાજુ તેજ હવાઓ પણ ચાલી રહી છે. સરકાર દરેક પ્રકારની સ્થિતિનો સામનો કરવા તૈયાર છે. ચક્રવત વાયુએ રાત્રે પોતાનો રસ્તો બદલી લીધો છે.  ગુજરાત સાથે અથડાનારી ચક્રવાતે પોતાનો રસ્તો બદલીને સમુદ્રની તરફ વલણ કર્યુ છે. 
 
જાણો વાયુ વાવાઝોડા સાથે સંકળાયેલી 10 વાતો  
 
ગુજરાતના મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યુ કે વાવાઝોડુ વાયુને ધ્યાનમાં રાખતા હાઈએલર્ટ પછી પણ સોમનાથ મંદિર ખુલ્લુ રહેશે.  તેમણે કહ્યુ કે આ કુદરતી આફત છે. કુદરત જ રોકી શકે છે.  તો કુદરતને આપણે કેવી રીતે રોકી શકીએ. તેમણે કહ્યુ કે મંદિર બંધ નહી રહી શકે. અમે મુસાફરોને ન આવવાની અપીલ કરે છે પણ આરતી વર્ષોથી થઈ રહી છે તેને નથી રોકી શકતા. 
 
- ચક્રવાતની અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળી શકે છે.  પ્રદેશમાં અનેક ભગમાં ભારે વરસાદ અને તેજ હવા જોવા મળી.  અરબ સાગરમાં ઊંચી ઊંચી લહેરો જોવા મળી છે.  બીજી બાજુ કોકણ ક્ષેત્રમાં બધા બીચ લોકો માટે બંધ કરવામાં આવ્યા છે. 
 
- પશ્ચિમ રેલવેએ બુધવારે જણાવ્યુ કે ચક્રવાત વાયુને કારણે આવનારી વિપદાને જોતા હવે રેલવેએ 70 ટ્રેનો રદ્દ કરી છે અને 28 ટ્રેનને ગંતવ્યથી પહેલા જ રોકવાનો નિર્ણય કર્યો છે.  રેલવેએ તાજા સમાચારમાં જણાવ્યુ કે પશ્ચિમ રેલવી વાવાઝોડા વાયુથી થનારી શકયતા આપદાને જોતા મુખ્યમાર્ગની 70 રેલગાડીઓ સંપૂર્ણપણે કેંસલ કરી અને આવી જ 28 ટ્રેનોને આંશિક રૂપે સમાપ્ત કરતા તેને પહેલા જ રોકવાનો નિર્ણય કર્યો છે. 
 
- લોકોની પરેશાનીને જોતા પશ્ચિમ રેલવી વિશેષ રાહત ટ્રેન ચલાવવાની યોજના કરી છે. વિશેષ ટ્રેન ગાંધીધામ, ભાવનગર, પાર, પોરબંદર, વેરાવળ અને ઓખાથી દરેક સ્થાન પરથી ચાલશે જેથી  ત્યાથી લોકોને કાઢવામા મદદ મળે. 
 
- તટીય વિસ્તારમાં બધી સ્કુલ અને કોલેજો બંધ રાખવામાં આવ્યા છે. બીજી બ આજુ નેવીના ગોતોખોરોની ટીમને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 
 
- એનડીઆરએફ તટરક્ષક બળ, સેના, નેવી, વાયુસેના અને બીએસએફને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 
 
- માછીમારોને ગુજરાતના તટ પાસે સમુદ્રમં 15 જૂનના રોજ ન જવાની સલાહ આપી છે.  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુસાફરોને પહેલા જ દ્વારકા સોમનાથ સાસન અને કચ્છ જેવા વિસ્તારને છોડીને સુરક્ષિત સ્થાન પર જવાની સલહ આપી છે 
- ગુજરત તટના નિકટ સ્થિત બધા બંદર અને હવાઈ મથકો પર વાવાઝોડા વાયુને જોતા સાવધાની રૂપે કામકાજ અસ્થાયી રૂપે રોકવામાં આવ્યુ છે. 
 
- ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાનીએ એક બેઠકમાં એક સમીક્ષા પછી કહ્યુ - રાજ્ય સરકારે ગુજરાતના તટ પર આવેલ બધા સમુદ્ર તટ પર સંચાલન રોકાવાનો નિર્ણય કર્યો છે.