1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ

જીંદગી એક સફર......

જીંદગી એક સફર......
W.DW.D
આભાસ કુમાર ઉર્ફ કિશોર કુમાર ગાંગુલીનો જન્મ ખંડવા જિલ્લામાં 1929માં એક બંગાળી પ‍‍રિવારમાં થયો હતો. તેમના પિતા કુંજનલાલ ગાંગુલી એડવોકેટ હતા. અને માતા ગૌરી દેવી ગાંગુલી એક શ્રીમંત પરીવારમાંથી હતા. તેમના મોટાભાઈ પ્રખ્યાત અભિનેતા અશોકકુમાર હતા અને નાનાભાઈ હાસ્‍ય કલાકાર અનૂપકુમાર. અનૂપકુમાર ને ફિલ્મોમાં જગ્યા બનાવવાનો પ્રયત્ન કર્યો પણ તે બહુ સફળ થયા નહી.

કિશોર કુમારે કુંદનલાલ સહગલને ગુરૂ બનાવીને ફિલ્મ કેરિયરની શરૂઆત કરી. અશોક કુમાર બોલીવુડમાં સ્થાપિત થઈ ગયા પછી તેમનો પરીવાર મુંબઈ જતો રહ્યો. તે પછી તેમણે મિમિક્રીથી શરૂઆત કરી. અને ફિલ્મોમાં સ્થાપિત થવા માટે પોતાનું નામ બદલીને કિશોર કુમાર રાખી લીધુ. કિશોરની નાયકના રૂપમાં પહેલી ફિલ્મ હતી 'શિકાર' જે 1946 માં બની હતી. તેમના મોટાભાઈ અશોકકુમારે તેમાં મેઇન રોલ કર્યો હતો.

W.DW.D
કિશોર કુમારે ગાયક તરીકે કેરિયર પસંદ કરી અને તેમાં તે સફળ પણ રહ્યા. સંગીતકાર સચીન દેવ વર્મન તેમના ગીતો પર પ્રસન્ન થયા અને તેમને કહ્યુ કે તમે સહગલની નકલ ન કરતાં અને પોતાના અવાજમાં ગાવાનું રાખો. કિશોર કુમારે તેમની સલાહ માની અને તે એક સફળ ગાયક બન્યા.

બોલીવુડના સફળ ગાયક કિશોર કુમાર એક સારા વ્યક્તિની સાથે-સાથે સંગીતકાર, ડાયરેક્ટર,પ્રોડ્યુસર અને સ્ક્રિપ્ટ રાઈટર પણ હતા. કિશોર હિંદી સિવાય બંગાળી, મરાઠી, આસામી, ગુજરાતી, કન્નડ, ભોજપુરી, મલયાલમ ને ઉડિયા ભાષામાં પણ ગીતો ગાયા હતા. 'દૂર વાદિયો મે કહી' ફિલ્મ એક અભિનેતાના રુપમાં તેમની છેલ્લી ફિલ્મ હતી.

કિશોરે ચાર લગ્ન કર્યા હતા. પ્રથમ પત્ની રુમા ગુહા હતી. જેમની સાથે તેઓ 1950 થી 1958 સુધી રહ્યા. તે પછી પ્રસિધ્ધ અભિનેત્રી મધુબાલા સાથે લગ્ન કર્યુ જે તેમના હોમ પ્રોડક્શનની કેટલીય ફિલ્મોમાં હીરોઈન ના રુપમાં રહી. બંને પરિવારના લોકો આ લગ્નના વિરુધ્ધ થયા તો તેમણે સિવિલ મેરેજ કરી લીધા. આ બંનેની પ્રસિધ્ધ ફિલ્મ હતી ચલતી કા નામ ગાડી' . મધુબાલાએ વધુ સાથ આપ્યો નહીં. તે પછી તેમણે યોગિતા બાલી સાથે ત્રીજુ લગ્ન કર્યુ જે 1976 થી 1978 સુધી જ ટક્યુ. અને તેમણે ચોથા લગ્ન લીના ચંદાવરકર જોડે 1980 માં કર્યા.

કિશોરકુમારને બે સંતાનો છે, જેમાં મોટા પુત્ર અમિતકુમાર એક સિંગર છે. અને બીજો પુત્ર સુમિત કુમાર છે.

કિશોર કુમારે ઘણા કોમેડી, મેલોડી અને પ્રેમગીત તથા સેડ સોંગ ગાયા હતા. તેમના ગીતો આજે પણ સદાબહાર છે. તમે આજે પણ કિશોરને સાંભળી કદી બોર નહી થાવ. કિશોરની નકલ કરનારા ઘણા આવ્યા પણ હજુ સુધી કોઈ સાચો કિશોર કુમાર નથી આવ્યો, અને ન કદી કોઈ તેમની જગ્યા લઈ શકશે.

આ મહાન વ્યક્તિ 13 ઓક્ટોબર 1987 ના રોજ આપણાથી હંમેશા માટે દૂર થઈ ગયા.
About Writer
વેબ દુનિયા