રાની મુખર્જી
|
એક નાના બજેટની ફિલ્મથી શરૂઆત કરનાર રાનીએ આજે ટોચની નાયિકાઓમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. કુછ કુછ હોતા હૈ માં તેને જે ભૂમિકા ભજવી હતી તેને ઘણી નાયિકાઓએ ઠોકર મારી હતી. રાનીએ તે ભૂમિકા એટલી બધી સારી રીતે નિભાવી કે તેને ત્યાર બાદ વળીને ક્યારેય પાછુ નથી જોવું પડ્યું. બ્લેકમાં રાનીએ તેના જીવનની શ્રેષ્ઠ ભૂમિકા નિભાવી છે.
રાનીનો જ્ન્મ 21 માર્ચ 1978 માં બંગાળમાં થયો હતો. તેના પિતાનું નામ રામ મુખર્જી, માતાનું ક્રિષ્ના મુખર્જી, ભાઈનું રાજા મુખર્જી છે.
તેને ડાંસનો ખુબ જ શોખ છે. તેની ફેવરેટ કોમીક આરચી અને ડૉનાલ્ડ ડક છે. તેન ભાવતું ભોજન તેની માતા દ્વારા બનાવેલ ફિશ છે. તેને રજાઓ ગાળવા માટે સિક્કિમ ખુબ જ ગમે છે. તેની મનગમતી ફિલ્મ ટાઈટેનિક છે.
તેને તેની ફિલ્મ કેરીયરની શરૂઆત રાજાકી આયેંગી ફિલ્મથી કરી હતી. તે જ્યારે 14 વર્ષની હતી ત્યારે તેને સલિમ અખ્તારે આ ગલે લગ જા માટે ઓફર કરી હતી પરંતુ તેના પિતા તેની વિરુધ્ધ હતાં તેથી તેણીએ તે ઓફર સ્વીકારી નહી અને ત્યાર બાદ બે વર્ષ પછી ફરી પછી અલિમ અખ્તરે તેને રાજાકી આયેંગી બારાત માટે ઓફર કરી ત્યારે ઘણી લાંબી ડિસકશન બાદ તેના પિતાએ તેને મંજુરી આપી હતી અને તે ઓફર તેને સ્વીકારી લીધી હતી.
ત્યાર બાદ તેણે આમીર ખાન સાથે (1998) માં ગુલામ ફિલ્મમાં કામ કર્યું હતું જે બોક્સ ઓફીસ પર ખુબ જ સારી ચાલી હતી. ત્યાર બાદ તેણીએ બે સુપર સ્ટાર કાજોલ અને શાહરૂખ સાથે કુછ કુછ હોતા હૈ માં કામ કર્યું હતું. તે ફિલ્મ માટે તેને બેસ્ટ સપોર્ટીંગ એક્ટરેસનો ઓવોર્ડ પણ મળ્યો હતો. 2003 માં શાહરૂખ સાથેની તેની ફિલ્મ ચલતે ચલતે ખુબ જ હિટ થઈ હતી. 2004 માં તેણે યુવાની અંદર સપોર્ટીંગ એક્ટરેસનો રોલ કરવા બદલ એવોર્ડ મળ્યો હતો. ત્યાર બાદ ભણશાલીની ફિલ્મ બ્લેકમાં કામ કરવા માટે તેને વિશ્વાસ નહોતો કે તે આ રોલ સારી રીતે નિભાવી શકશે કે નહી કેમકે તેને આંધળા અને બહેરા વિશે તેને કઈ જ જાણકારી ન હતી. છતાં પણ ડાયરેક્ટરે તેની પર વિશ્વાસ મુક્યો હતો અને તેણીએ ફક્ત તે રોલ માટે જ લેહન કેલર ઇનસ્ટીટ્યુટમાંથી સાત મહિના સુધી ટ્રેનિંગ લીધી હતી અને ત્યાર બાદ તેને પોતાની જાતને આ રોલ માટે તૈયાર કરી હતી.
તેણીએ અત્યાર સુધી 35 કરતાં પણ વધું ફિલ્મોમાં કામ કર્યું છે અને તેણે 15 જેટલા એવોર્ડસ મળી ચુક્યા છે.