- મનોરંજન
» - બોલીવુડ
» - કલાકારોની પ્રોફાઇલ
રોમાંસિંગ વિથ દેવ આનંદ
ભારતીય સિનેમામાં ત્રણ અભિનેતા પોતે અભિનયની સ્કૂલ છે. દિલીપકુમાર/રાજકપૂર અને દેવઆનંદ. તેમાંથી દેવ આનંદ અને દિલીપકુમાર અમારી વચ્ચે હયાત છે. રાજ સાહેબને ગુજરીને ભલે દશકો વીતી ગયો હોય, તેમની છાયા અમારી આસપાસ હાજર છે. આ ત્રણે અભિનેતાઓએ પોતાની પ્રતિભા તથા એકાગ્રતાને આધારે અભિનયના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા અને ઉભરતાં કલાકારોને અભિનયનો ક્ક્કો શીખવાડ્યો છે. જેને આપણે શાહરૂખ ખાન/અમિતાભ બચ્ચન જેવા કલાકારોમાં અનુભવી શકીએ છીએ. દેવ સાહેબનું કેરિયર છ દશકાથી પણ લાંબુ છે. આટલો લાંબો સમય એક ઈતિહાસ રચવા માટે પૂરતો છે. આજે તેઓ જીવીત કિવંદતી બનેલા છે. તેમના જન્મ દિવસે (26 સપ્ટેમ્બર)ના દિવસે તેમની આત્મકથા 'રોમાંસિંગ વિથ લાઈફ' પ્રકાશિત થઈ. જેમાં હિન્દી સિનેમાના ઈતિહાસનો એક શિલાલેખ અમારી સામે આવ્યો. આવો જાણીએ દેવઆનંદ વિશેની રસપ્રદ વાતો- આશાવાદી સિનેમા - દેવ આનંદની ફિલ્મોની સૌથી સારી વાત એ છે કે તેમની ફિલ્મો ફક્ત મનોરંજન જ કરે છે. તેમાં ગીત છે, સંગીત છે, જીવનનો આનંદ છે. અને એક અશાવાદી દ્રષ્ટિકોણ. તેમણે પોતાની બોડી લેંગેવેજ/રહેવાની સ્ટાઈલ, ચાલ, પોશાક અને તેમના હાવભાવ દ્રારા આઝાદ ભારતના યુવાનોને સ્માર્ટ રહેવાનું શીખવ્યુ છે. તેઓ હંમેશા યુવા વર્ગ ખાસ કરીને યુવતીયોથી હંમેશા ઘેરાયેલા રહ્યા. તેથી આજે 84 વર્ષની ઉમંરે પણ તેઓ સદાબહાર રહ્યા છે. તેમણે હંમેશા પોતાની ફિલ્મોમાં નવી-નવેલી હીરોઈનોને તક આપીને તેમને બોલીવુડમાં સ્થાપિત કરી છે. જો ભી પ્યાર સે મિલા -
દેવ આનંદે ફેશનના અનેક નવા રૂપ આપ્યા. આમ તો તેઓ ધોતી પાયજામો પહેરીને પ્રભાત ફિલ્મ કંપનીની ફિલ્મ 'હમ એક હૈ ' થી પડદાં પર પ્રગટ થયા હતા, પણ બહુ જલ્દી જ તેમણે વિલાયતી કપડાં ધારણ કરી લીધા. માથા પર કેટલાય પ્રકારની હેટ, ગળામાં સ્કાર્ફ. શર્ટનું સૌથી ઉપરનું બટન હંમેશા બંધ. હાથમાં હંટર/ખભા લટકાવીને અને લાંબા હાથો દ્રારા ખુલ્લા આકાશ નીચે, લીલાછમ જંગલો અને રસ્તા પર પોતાની મચલી રહેલી નાયિકાની પાછળ પાછળ ગીત ગાતા દેવ આનંદ યુવાનોને લલચાવતા રહ્યા છે. હમ હે રાહી પ્યાર કે હમ સે કુછ ન બોલીયે. જો ભી પ્યાર સે મીલા હમ ઉસી કે હો લિએ. અથવા તો પછી આઁચલમે ક્યાં જી રુપહલા બાદલ, બાદલમેં ક્યાજી, અજબ-સી હલચલ. જેવા મસ્ત બનાવનારા ગીતોની વચ્ચે દેવ સાહેબની મજાક કરવાની આદત દર્શકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. હર ફિક્ર કો ધુએમે ઉડાતા ચલા ગયા......
દેવ આનંદના સદાબહાર રહેનારા અને આજ સુધી સક્રિય રહેવાના અનેક રહસ્ય છે. મતલબ તેમણે સિગરેટ એટલીજ પીધી જેટલી અભિનય માટે જરૂરી હતી. દારૂને દવાની જેમ પીધી. ફક્ત એક જ જામ અને તે પણ પાર્ટીયોમાં, મહેમાનોની શાન જાળવવા માટે. દેવ સાહેબ દાદા મુનિ એટલેકે અશોક કુમારના શિષ્ય રહ્યા છે, એટલે સ્વાસ્થ્ય પ્રત્યે હંમેશા સજાગ રહ્યા છે. તેમણે ફિલ્મોમા જે પૈસો કમાવ્યો તેણે ફિલ્મમાં જ લગાવ્યો. પોતાના બેનર નવકેતન હેઠળ પોતાના મોટા ભાઈ ચેતન આનંદના નિર્દેશનમાં તેમણે યાદગાર ફિલ્મોનું નિર્માણ કર્યુ. જ્યારે ચેતને પોતાના પ્રોડક્શન હાઉસ અલગ કર્યો તો નાના ભાઈ વિજય આનંદને સાથે લઈને 'તેરે ઘર કે સામને' અને 'ગાઈડ' જેવી યાદગાર ફિલ્મો આપી.
એંટી હીરોની લોકપ્રિય ઈમેજ
હિન્દી સિનેમામાં પહેલી વાર એંટી હીરોના રૂપમાં આવ્યા અશોક કુમાર, બોમ્બે ટોકીઝની ફિલ્મ 'કિસ્મત' (1943)માં. આ ફિલ્મ કલકત્તાના રોક્સી સિનેમામાં 3 વર્ષ 11 મહિના અને 24 દિવસ હાઉસફુલ ગઈ હતી. તેમા કવિ પ્રદીપનુ ગીત તે સમયમાં આઝાદી માટે પ્રોત્સાહિત કરનારું ગીત બની ગયુ હતુ. - દૂર હટો દૂર હટો એ દુનિયાવાલો હિન્દુસ્તાન હમારા હૈ. દેવ આનંદે પોતાની અંગ્રેજ જેવી રીતભાતથી દર્શકોને લોભાવ્યા તેમની મોટાભાગની ફિલ્મો અપરાધ પર આધારિત હતી. 158માં બનેલી 'કાલાપાની'માં તેમને સર્વોત્તમ અભિનય માટે ફિલ્મ ફેયર એવોર્ડ મળ્યો. 1966માં 'ગાઈડ'ફિલ્મએ તેમને બીજીવાર આ એવોર્ડ અપાવ્યો. જ્વેલથીફ, જોની મેરા નામ, હરે રામા હરે ક્રિષ્ણા વગેરે ફિલ્મનો યુગ તેમની માટે સ્વર્ણ યુગ માનવામાં આવે છે. જાયે તો જાયે કહાઁ -
26
સપ્ટેમ્બર 1923ના દિવસે પંજાબમાં ગુરદાસપુર જન્મેલા દેવ આનંદના પિતા પિશોરીમલ નામી વકીલ હતા. તે કોંગ્રેસના કાર્યકર્તા હતા અને આઝાદીની લડાઈમાં કેટલીય વાર જેલ પણ ગયા હતા. દેવ સાહેબ પોતાના માતા-પિતાનુ પાંચમુ બાળક છે. 1940માં માતાના અવસાન પછી નવ ભાઈ-બહેનોએ પોતાની સંભાળ જાતે રાખવી પડી. બાળપણ મુશ્કેલીથી પસાર થયુ. રદ્દીની દુકાનથી બાબૂરાવ પટેલ દ્રારા સમ્પાદિત ફિલ્મ ઈંડિયાના જુના અંક વાંચીને દેવ સાહેબે ફિલ્મોમાં રસ લેવાનું શરૂ કરી દીધુ. કેટલીયવાર મિત્રોની મહેરબાનીથી ફિલ્મ પણ જોઈ લેતા હતા. ફિલ્મ 'બંધન'ના માટે અશોકકુમાર ગુરદાસપુર આવ્યા, તો ભીડમાં ધેરાયેલા દાદામુનિને તેઓ એકીટશે નિહાળતા રહ્યા. અશોકકુમારના પ્રત્યે લોકોનો પ્રેમ જોઈને દેવઆનંદે મનમાં નક્કી કરી લીધુ કે જો બી,એ કર્યા પછી જો વિદેશ જવા નહી મળે તો તે અભિનેતા બનવાનુ પસંદ કરશે. પિતાની મુંબઈ જવાની ના હોવા છતાં તેઓ પોતાના ભાઈ ચેતનની સાથે ફ્રંટિયર મેલમાં 1943માં બોમ્બે પહોચ્યા, અને તે સમયે તેમના ખિસ્સામાં માત્ર ત્રીસ રૂપિયા હતા, આ ત્રીસ રૂપિયા રંગ લાવ્યા અને જાયે તો જાયે કહા વાળા દેવ આનંદને ફિલ્મી દુનિયામાં આશરો મળી ગયો. ચુપ ચુપ ખડે હો જરૂર કોઈ બાત હૈ
દરેક હીરો હીરોઈનો કોઈને કોઈ હીરોઈન સાથે રોમાંસનું ચક્કર ચાલવું ફિલ્મી દુનિયાની સામાન્ય વાત છે. 1948માં બનેલી 'વિદ્યા' ફિલ્મની નાયિકા રુરૈયા હતી. આના સેટ પર જ બંનેમાં પ્રેમ થઈ ગયો. 1951 સુધી બંનેએ સાત ફિલ્મોમાં સાથે કામ કર્યુ. બંનેના પ્રેમની ચર્ચા નરગિસ-રાજકપૂર, અથવા દિલીપકુમાર-મધુબાલાની ચર્ચાની જેમ દરેકના હોઠો પર હતા. સુરૈયાની નાની કટ્ટર મુસલમાન હતી. 1947ના ભારતના ભાગલા પછી હિન્દુ-મુસલમાન વચ્ચે તિરાડ પડી ગઈ. જો સુરૈયાનું લગ્ન દેવ સાથે થયુ હોત તો હુલ્લડ થવાની શક્યતા હતી. તેથી સુરૈયા આખી જીંદગી કુંવારી રહી. અને તેમણે દેવના સિવાય બીજા કોઈના સપના ન જોયા. જ્યારેકે પાકિસ્તાનથી એક વરરાજા બૈંડબાજા સાથે તેમના દરવાજા સુધી આવ્યો હતો. દેવ આનંદે પોતાના તૂટેલા પ્રેમને કેટલીયવાર કબૂલ્યો છે. પછી 'ટેક્સી ડ્રાઈવર'ની હીરોઈન મોના એટલેકે કલ્પના કાર્તિક સાથે ફિલ્મના સેટ પર ફક્ત 10 મિનિટમાં લગ્ન થઈ ગયા. સેટ પર હાજર તેમના ભાઈ ચેતન આનંદને પણ આ વાતની ખબર ન પડી. ચલતે ચલો, ચલતે ચલો.
આ દેવઆનંદના જીવનની ફિલસૂફી છે. તેમના કેરિયરના કેટલીક ખાટી-મીઠી યાદો. * રાજકપૂર જેવા દોસ્ત સાથે દેવ સાહેબે એક પણ ફિલ્મમાં કામ નથી કર્યુ.* દિલીપકુમારની સાથે તેઓ ફક્ત ઈંસાનિયત ફિલ્મમાં આવ્યા હતા. * કિશોરકુમારની અવાજ ઉધાર લઈને દેવે પોતાની શિખર યાત્રા નક્કી કરી. * ફિલ્મ આનંદ ઔર આનંદમાં દેવે પોતાના પુત્ર સુનીલને લોંચ કર્યો પણ તે સફળ ન થયો. * દેવ આનંદ કદી પાર્ટી નહોતા આપતા, અને બીજાની પાર્ટીમાં પણ કદીક જ જતા.