ફરશીવાળા બાબા
|
આપણો દેશ કેટલીય ગુપ્ત વિદ્યાઓવાળો દેશ છે. અહીં યોગ, તંત્ર-મંત્ર અને જડી-બુટ્ટીઓથી કેટલીય અસાધ્ય બીમારીઓને દૂર કરવાના દાવા કરાય છે. પણ દરેક વાર આ દાવા સાચા નથી થતાં. પણ જોવા જઈએ તો હંમેશા આ ઝોલાંછાપ બાબાઓ અસાધ્ય બીમારીઓથી પીડિત લોકોને ઠગીને તેમની ભાવનાઓ જોડે મજાક કરે છે. આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમારી મુલાકાત આવા જ એક બાબા જોડે કરાવી રહ્યાં છે. હવે આ બાબા સાચા છે કે એક ઢોંગી તેનો નિર્ણય તમારાં પર છોડીએ છીએ.... અમે તમને તેમની સાથે અમારી મુલાકાતની નજરે જોયેલી હકીકત બતાવી રહ્યા છે.
ફોટો ગેલેરી જોવા અહીં ક્લીક કરો....
અમારી ત્રંયબક યાત્રા દરમિયાન અમે સાંભળ્યું કે નાસિક-ત્રંયબક રોડ પર રધુનાથ દાસ નામના બાબાનો આશ્રમ છે, જેને લોકો ફરશીવાળા બાબાના નામે બોલાવે છે. તેમનો દાવો છે કે તેઓ તમારા માથા પર માત્ર એક ફરશી મૂકીને તમારી બીમારી બતાવી શકે છે. તે પણ જેવી તેવી નહી પણ કેંસર અને એડ્સ જેવી અસાધ્ય બીમારી. એટલું જ નહી પણ આ બીમારીને દૂર કરવાનો દાવો પણ કરે છે. અમે નક્કી કર્યું કે તેમના દાવાને અજમાવી તો જોઈએ....
|
અમે અમારી ગાડીને રધુનાથ બાબાના આશ્રમ તરફ વાળી. આશ્રમમાં એક મોટો હોલ હતો. આ હોલમાં સેંકડો લોકો લાઈન લગાવીને બેઠા હતા. ત્યાં જ એક દિવાન પર એક 40-45 વર્ષની વયનો એક વ્યક્તિ દર્દીઓના માથા પર ફરશી(ટાઈલ્સ) મૂકીને કશું બોલી રહ્યો હતો. જ્યારે બાજુમાં બેસેલાં કેટલાંક લોકો દર્દીઓ માટે દવા લખી રહ્યા હતા. અમે થોડા નજીક ગયા અને ત્યાંનું દ્રશ્ય જોઈને ચોંકી ગયા. રધુનાથ દાસ નામના આ વ્યક્તિ કોઈપણ દર્દીના માથા પર ફરશી મૂક્યાં પછી 'તમારું બ્લડ શુગર ઓછું થઈ ગયુ છે, કાઉંટ આટ-આટલાની વચ્ચે છે થી લઈને બીપી આટલાંથી આટલા વચ્ચે છે વગેરે બતાવીને દર્દીને કેંસર છે કે એડ્સ કે ટ્યુમર વગેરે બતાવી રહ્યાં હતા.
|
|
રધુનાથજી જોડે વાતચીત કર્યા પછી અમે અહીં આવનારા દર્દીઓને તેમનું અહીં આવવાનું કારણ પૂછ્યું. મોટાભાગના દર્દી અહીં પહેલીવાર જ આવ્યા હતા. પોતાની ઓળખાણ છુપાવવાના વચન સાથે એક યુવાને અમને બતાવ્યું કે તેને એડ્સ છે. તે જાણે છે કે આ એક અસાધ્ય રોગ છે, પણ મારા એક મિત્રએ જણાવ્યું હતું કે બપ્પાજીની પાસે આનો ઈલાજ છે તેથી હું અહીં આવ્યો છું. આશા પર દુનિયા ટકી રહી છે બસ, હું પણ આશાની દોરી બાંધી અહીં આવ્યો છું.
| |
|
આ યુવકની જેમ જ બાલાજી શેખાવત, બ્રેન ટ્યુમરથી પીડિત પોતાની બાળકીનો ઈલાજ કરાવવા અહીં આવ્યા હતાં. બાલાજીએ જણાવ્યું કે તેમની કંપનીમાં કામ કરનાર એક વ્યક્તિને પણ ડોક્ટરે બ્રેન ટ્યુમર બતાવ્યું હતુ, અહીંથી ઈલાજ કરાવ્યા બાદ તે બિલકુલ સારો થઈ ગયો. હવે અમે પણ એ આશાએ આવ્યાં છે કે અમારી છોકરી સારી થઈ જાય.
આ આશાને લઈને હજારો લોકો રધુનાથજીના આશ્રમમાં આવ્યા હતા. પણ અમે અમારી શોધખોળ દરમિયાન કેટલીક વિચિત્ર બાબતો જોઈ. જેમકે રધુનાથજીનો દાવો હતો કે તેઓ સીત્તેરના આંકડાં નજીક છે અને હજુ પણ ત્રીસ-પાંત્રીસના જ લાગે છે. જ્યારે તેમના મોટા પુત્રની ઉંમર માત્ર 21 વર્ષની જ છે. અને બીજી બાજું તેઓ દરેકને એકસરખી જ દવા આપે છે. હવે જે દવા અસ્થામા દૂર કરી શકે છે તે કેંસર કેવી રીતે દૂર કરી શકે ? આનો જવાબ કોઈની પાસે નહોતો. તે જ રીતે તેલ અને તાવીજ પણ એક સરખા જ આપવામાં આવી રહ્યા હતાં. જેને જોઈને લાગતું હતું કે અહીં સીધા-સાદાં લોકોને ઠગવાનો ગોરખધંધો જ ચાલી રહ્યો છે.
ફરશીવાળા બાબા પર આરોપ-
|
આ સંબંધમાં તાજેતરમાં જ તેમણે નાસિકના આયટક હોલમાં એક પત્રકાર પરિષદ બોલાવી હતી. આ પત્રકાર વાર્તામાં ડો. દભોલકરે કહ્યુ કે -'ત્ર્યંબકેશ્વરમાં રહેનારાં ફરશીવાળાં બાબા સીધા-સાદા લોકોને ફસાવી તેમને ગેરમાર્ગે દોરે છે. આ જ બાબતે તેમના વિરુધ્ધ 21 એપ્રિલ 06માં ત્ર્યંબકેશ્વર તાલુકાના સ્વાસ્થ્ય અધિકારી ડો. રાજેન્દ્ર જોશીએ મામલો નોધ્યોં હતો. એફ.આઈ.આરને એક વર્ષ અને ત્રણ મહિના પૂરા થઈ ગયા તેમ છતાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નધી. હવે તેમની સમિતિએ આ બાબતે પ્રશાસનકીય સ્તર પર આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે.