1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

મકાઈના લાડુ

મકાઈના લાડુ
N.D
સામગ્રી - મકાઈના દાણા 400 ગ્રામ, દળેલી ખાંડ 350 ગ્રામ, માવો 100 ગ્રામ, દૂધ એક કપ, કોપરાંનુ છીણ 50 ગ્રામ, લીલી ઈલાયચી 5, કિશમિશ, બદામ, કાજૂ, કેસર અડધી ચમચી, દેશી ઘી 200 ગ્રામ.

વિધિ - સૌ પ્રથમ દૂધમાં કેસરને પલાળી ઘૂંટી લો. કાજૂ, બદામને ઝીણુ સમારી કતરી લો. ઈલાયચી વાટીને જુદી મુકી રાખો. મકાઈના દાણાને દૂધમાં નાખીને મિક્સરમાં ઝીણુ પેસ્ટ બનાવી લો.

કડાહીમાં ઘી નાખીને પેસ્ટને ધીમા ગેસ પર બદામી થવા સુધી સેકો. સેકાયા પછી પેસ્ટ ઘી છોડશે. આ પેસ્ટમાં કેસરને ભેળવી દો. હવે આ પેસ્ટને અલગ મુકી રાખો. કડાહીમાં માવો નાખી સેકો.

હવે સેકેલુ મકાઈનું પેસ્ટ, સેકેલો માવો, દળેલી ખાંડ નાખીને સારી રીતે ભેળવો. જ્યારે બધુ એકરસ થઈ જાય ત્યારે કોપરાનું છીણ, ઈલાયચી પાવડર, કાજૂ, બદામ, કિશમિશ નાખીને સારી રીતે ભેળવી દો. આ મિશ્રણના નાનાં નાનાં લાડુ બનાવી દો. લો તૈયાર છે કેસરયુક્ત મકાઈના કેસરી સ્વાદિષ્ટ લાડુ. ખાવ અને ખવડાવો.
About Writer
વેબ દુનિયા