1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

મેંગો સ્ટિક

વાનગી
N.D
સામગ્રી - 1 કિલો પાકી કેરી, એક મોટી ચમચી ઝીણા કતરેલા પિસ્તા, એક મોટી ચમચી સૂકા નારિયળનુ છીણ, એક નાની ચમચી ઈલાયચી પાવડર, જરૂરમુજબ ખાંડ, આઈસ્ક્રીમ ખાવાના લાકડીના ચમચા કે સ્ટિક, કુલ્ફી જમાવવાના સંચા.

બનાવવાની રીત - કેરીને છોલીને તેનો ગુદો કાઢી લો. આમા ખાંડ ભેળવીને ફેંટી લો. ઈલાયચી પાવડર અને કતરેલા પિસ્તા મિક્સ કરો.

આ મિશ્રણને કુલ્ફી બનાવવાના સાંચામાં ભરીને ઉભુ મુકો. સાંચો પડે નહી એ માટે લોટનો બોલ બનાવી એમા ફંસાવી દો અથવા નાના ગ્લાસમાં મૂકી દો. હવે આ સાંચાને ફ્રિઝરમાં મૂકી દો. જ્યારે મિશ્રણ થોડુ ઘણુ જામી જાય ત્યારે સ્ટિક કે ચમચી નાખી દો. જ્યારે મિશ્રણ સંપૂર્ણ રીતે જામી જાય ત્યારે કાઢી લો .

હાથ વડે સાંચને રગદોળીને કુલ્ફી કાઢી લો. નારિયળનુ છીણ ભભરાવીને સર્વ કરો. ઘરમાં બનેલી આ મેંગો સ્ટિક બાળકોની સાથે સાથે મોટાઓને પણ ગમશે.