1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

મેચ બોક્સ

મીઠાઈ
સામગ્રી - માવો, કોપરાનુ છીણ, દળેલી ખાંડ, ઈલાયચી પાવડર, માચિસ આકારની નાની ડબ્બીઓ, કાળા મરી, પિસ્તા.

બનાવવાની રીત - માવાને થોડો સેકી કોપરાનુ છીણ અને દળેલી ખાંડ, ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરો. એક નાની ડબ્બી જે માચિસ આકારની હોય તેમા મિશ્રણ મૂકી દબાવી દો.

મિશ્રણમાંથી જ એક નાની ગોળી બનાવી હથેળી પર મૂકીને સળી બનાવો. તેની આગળ એક એક કાળા મરી લગાવી દો. માચિસમાં એક બજુ બે-ત્રણ સળી બહાર દેખાતી લગાવી દો. માચિસની ઉપરની બાજુને પિસ્તાથી સજાવી દો.
About Writer
વેબ દુનિયા