મેવાના સમોસા
|
બનાવવાની રીત - મેંદાને પાણીની સાથે 3 મોટા ચમચી ઘી નાખીને ગૂંથી લો. ખાંડની ચાસણી તૈયાર કરી લો. માવાના પેંડા, છીણેલુ નારિયળ, ઈલાયચી પાવડર, તજનો પાવડર અને બધા સુકા મેવાને સારી રીતે મિક્સ કરી લો. ગૂંથેલા મેદાની લોઈ બનાવીને તેની રોટલી વણી લો. આ રોટલીમાં જરૂર મુજબનુ મિશ્રણ ભરીને સમોસાના આકારમાં તૈયાર કરી લો. લવિંગથી સજાવીને ઘી માં તળી લો.
ખાંડની બે તારી ચાસણી બનાવીને તેમાં લીંબૂનો રસ નાખી શુધ્ધ કરી લો. તળેલા સમોસાને ચાસણીમાં નાખીને બે મિનિટ પછી કાઢીને એક તપેલી પર ચાયણી મૂકીને તેની પર સમોસા મૂકી દો, ચાસની નીતર્યા પછી સમોસા સર્વ કરો.
(સૌજન્ય - ગૃહ સહેલી)