1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
  4. friday-worship-mantra-for-get-money

પૈસાની સમસ્યા દૂર થઈ જશે આજે જ કરો આ ઉપાય

પૈસાની સમસ્યા
જો તમે લાંબા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો આજના દિવસ માટે શુભ પરિણામ આપનારો બની શકે છે.  શુક્રવારના દિવસે સુખ-સમૃદ્ધિ મેળવવા માટે હોય છે. 
 
આ દિવસે કેટલાક ઉપાયો દ્વારા મા લક્ષ્મીની કૃપા મેળવી શકાય છે. પણ જો આ દિવસે કરવામાં આવેલ ઉપાય યોગ્ય નિયમ અને ઢંગ પૂર્વક ન કરવામાં આવે તો તે બેકાર જાય છે.  તો ચાલો હવે જાણીએ શુક્રવારના દિવસે વિશેષ રૂપે કરવામાં આવનારા આ ઉપાય. જેનો લાભ પણ વધુ મળે છે. 
 
સવાર સવારે સ્નાન વગેરે કરીને તમારા ઘરના મંદિરમાં ઘી નો દીવો પ્રગટાવો. ત્યારબાદ 'ૐ શ્રી શ્રીયે નમ:' મંત્રનો 108 વાર જાપ કરો. 
 
આ દિવસે સાંજના સમયે નાની કન્યાઓને મતલબ 7 વર્ષની વય સુધીની કન્યાઓને ભોજન કરાવો. કન્યાઓને ભોજનમાં ખીર અને સાકર જરૂર પીરસો. 
 
સતત ત્રણ શુક્રવાર તમે આવુ જ કરો. થોડા સમય પછી આ તમને જરૂર ફળ આપશે.  આ દિવસે નિયમમુજબ સફેદ રંગના વસ્ત્ર પહેરો અને બ્રાહ્મણને ચોખાનુ દાન કરો. 
આગળનો લેખ
આ છે 9 ગ્રહના 9 મંત્ર, તેના જપથી ઓછા હોય છે કુંડળીના દોષ