સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Updated : શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (10:39 IST)

જાણો તમારા જન્મના વાર મુજબ તમારા સ્વભાવ વિશે રોચક વાતો

અઠવાડિયાના સાતેય દિવસોને કારક ગ્રહ જુદા જુદા છે. રવિવારનો કારક ગ્રહ સૂર્ય છે. સોમવારનો ચંદ્ર છે. મંગળવારનો મંગળ, બુધવારનો બુધ, ગુરૂવારનો ગુરૂ, શુક્રવારનો શુક્ર અને શનિવારનો કારક ગ્રહ શનિ છે. જ્યોતિષ મુજબ વ્યક્તિનો જન્મ જે વારે થાય છે એ વારનો કારક ગ્રહનો પ્રભાવ વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય પર જીવનભર પડે છે. અહી જાણો તમારા જન્મના વાર મુજબ સ્વભાવ સાથે જોડાયેલ કેટલીક વાતો... 
 
આગળની સ્લાઈડસ પર જાણો વાર મુજબ સ્વભાવની કેટલીક ખાસ વાતો 

રવિવારે જન્મેલા લોકોનો સ્વભાવ 


 

 
- ભાગ્યશાળી હોય છે 
- તેમનુ આયુષ્ય લાંબુ હોય છે 
- ઓછુ બોલનારા હોય છે 
- કલાકાર હોય છે. 
- માન સન્માન મળે છે. 
- રુચિ ધર્મમાં રહે છે. 
- બધાને ખુશ રાખે છે. 
 
ઉપાય - રોજ સૂરજને જળ ચઢાવવું જોઈએ 

સોમવારના દિવસે જન્મેલા લોકોનો સ્વભાવ 

 
- હસમુખ હોય છે 
- બોલવામાં મીઠા સ્વભાવના હોય છે 
- જ્ઞાની અને બહાદુર હોય છે. 
- કફ રોગોથી પરેશાન 
- બધી સુવિદ્યાઓ મળે છે 
- કલાકાર હોય છે. 
- મહેનતી હોય છે 
 
ઉપાય - શંકર ભગવાનને દૂધ ચઢાવો 

મંગળવારે જન્મેલા લોકોનો સ્વભાવ 
 

 
- ઉગ્ર સ્વભાવના હોય છે 
- વિવાદ થતો રહે છે 
- ત્વચા રોગ થઈ શકે છે. 
- સાહસી અને બહાદુર હોય છે 
- રચનાત્મક હોય છે 
- તણાવ મહેસૂસ કરે છે. 
- સારા નેતા હોય છે 
 
ઉપાય - રોજ ગણપતિ મંત્ર ૐ ગણં ગણપતેય નમો નમ: નો 11 વાર જપ કરો 

બુધવારે જન્મેલા લોકોનો સ્વભાવ 

 

 
- ધાર્મિક હોય છે 
- મગજ તેજ ચાલે છે 
- મીઠુ બોલે છે 
- બુદ્ધિના કામોમાં લાભ 
- બેદરકાર પણ હોય છે 
- લોકોને લોભાવે છે 
- બહુમુખી પ્રતિભાના માલિક 
 
ઉપાય - રોજ સૂર્યને જળ ચઢાવો અને બુધવારે શિવ મંદિરમાં મગ ચઢાવો 

ગુરૂવારે જન્મેલા લોકોનો સ્વભાવ કેવો હોય છે 

 

 
- બુદ્ધિમાન હોય છે 
- મુશ્કેલીઓથી ગભરાતા નથી 
- સારા મિત્ર હોય છે 
- ભાગ્યશાળી હોય છે 
- કેટલીક વાતોમાં કટ્ટર 
- હંમેશા ખુશ રહે છે 
- અસાધારણ વ્યક્તિત્વ 
 
ઉપાય - દર ગુરૂવારે કોઈ ભૂખ્યાને ભોજન કરાવો 

શુક્રવારે જન્મેલા લોકોનો સ્વભાવ 
- સારા વક્તા હોય છે 
- સહનશીલ હોય છે 
- મુશ્કેલીઓથી ગભરાતા નથી 
- કલાકાર હોય છે 
- કેરિયરમાં સફળ 
- બુદ્ધિમાન હોય છે 
- સમાજમાં સન્માનિત 
 
ઉપાય - દર શુક્રવારે દેવીને ખીરનો ભોગ લગાવીને એ પ્રસાદ કોઈ નાનકડી કન્યાને ખવડાવો 

શનિવારે જન્મેલા લોકોનો સ્વભાવ 

 

 
- કૃષિ અને વેપારમાં લાભ 
- તકનીકી કામમાં રસ 
- નાનકડી આયુમાં પરેશાનીયો 
- મિત્રતામાં સાવધાન રહો 
- ઘરમાં સુખ મળે છે 
- બીજાઓથી બળે પણ છે 
- જોખમથી ગભરાય છે. 
 
ઉપાય - દર શનિવારે કાળા કૂતરાને રોટલી ખવડાવો અને શનિ ભગવાનને તેલ ચઢાવો