નારિયળ અને કપૂરનો આ ચમત્કારી ઉપાય, ચમકાવશે તમારુ નસીબ

kapoor nariyel
Last Modified ગુરુવાર, 28 જૂન 2018 (13:24 IST)
નારિયળ અને કપૂરનો ઉપયોગ પૂજા-પાઠ અને હવનમાં કરવામાં આવે છે. તેને શુભ માનવામાં આવે છે અને તેની સુગંધ ઘરમા નેગેટિવ એનર્જીને દૂર કરવાનું પણ કામ કરે છે.

મોટેભાગે ભગવાનની આરતીમાં દીવા સાથે કપૂર પણ પ્રગટાવવામાં આવે છે. કારણ કે તેને સકારાત્મક ઉર્જા ફેલાવનારો પદાર્થ માનવામાં આવે છે.
એવુ કહેવાય છે કે આવનારી લગભગ તમામ પરેશાનીઓ ખરાબ કિસ્મત સાથે જોડાયેલી હોય છે. આવામાં આ ઉપાય તમારી કિસ્મતને ચમકાવવામા ખૂબ મદદ કરી શકે છે. જ્યોતિષ વિશેષજ્ઞોનુ કહેવુ છે કે આવુ કરવાથી વ્યક્તિનુ ભાગ્ય અનેક ગણુ ચમકી જાય છે અને તેની સમસ્યાઓ ખતમ થવા માંડે છે.
એક વાતનુ ધ્યાન રાખજો કે આ નારિયળનો પ્રસાદ ઘરની વ્યક્તિ સિવાય અન્ય કોઈને ન આપશો.

આ રીતે ચમકાવો તમારુ નસીબ

- એક તાંબાનો લોટો કે કળશ લો અને તેમા સ્વચ્છ પાણી ભરો
- હવે તેના પર સ્વચ્છ હાથ અને પવિત્ર મનથી કેરીના 5 પાન લગાવી દો.
- ગણેશજીની તસ્વીર કે પ્રતિમા સામે આ કળશને મુકી દો.
- વિધ્નહર્તા ગણેશને તમારા મનની પરેશાની કહેતા કળશ પર નારિયળ સ્થાપિત કરો.
- ત્યારબાદ કળશમાંથી નારિયળ કાઢી લો અને તેના પર કપૂરનો એક ટુકડો મુકી દો.
- હવે આ કપૂરને પ્રગટાવો અને નારિયળને ત્રણ વાર ફેરવીને એક થાળીમાં મુકી દો.
- જ્યારે કપૂર સંપૂર્ણ રીતે બળી જાય ત્યારે આ નારિયળને ફોડો અને તેનો પ્રસાદ ઘરના બધા સભ્યોને આપો.આ પણ વાંચો :