રવિવાર, 5 એપ્રિલ 2026
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Modified: નીલ્સન. , સોમવાર, 16 ફેબ્રુઆરી 2015 (12:28 IST)

વર્લ્ડકપ - વેસ્ટઈંડિઝને હરાવીને આયરલેંડે કર્યો ઉલટફેર

વર્લ્ડકપ
આયરલેંડ ટીમે સોમવારે આઈસીસી વિશ્વ કપ 2015નો અત્યાર સુધીનો સૌથી મોટો ઉલટફેર કરતા સૈક્સટન પાર્ક મેદાન પર થયેલ પુલ બી ની પોતાની પ્રથમ મેચમાં જ બે વારના ચેમ્પિયન વેસ્ટઈંડિઝને ચાર વિકેટથી હરાવી નાખ્યુ. 
 
કેરેબિયાઈ ટીમે પહેલા રમતા આયરલેંડની સામે 305 રનનુ પડકારપૂર્ણ લક્ષ્ય મુક્યુ હતુ. જેને આયરલેંડે પોતાના ટોચના સાહસિક બેટ્સમેનોના પ્રયાસોના દમ પર 45.5 ઓવરમાં છ વિકેટ ગુમાવીને મેળવી લીધુ. 
 
આયરિશ ટીમે 25 બોલ બાકી રહેતા મળેલ આ શાનદાર જીતમાં પોલ સ્ટલિંગ(92), એડ જૉએસ(84), નિયાલ ઓબ્રાયન(અણનમ 79) અને કપ્તાન વિલિયમ પોર્ટરફિલ્ડ (22) એ મુખ્ય ભૂમિકા ભજવી. 
 
પોર્ટરફીલ્ડ અને સ્ટલિંગે પહેલી વિકેટ માટે 71 રન જોડીને આયરીશ ટીમને એક આત્મવિશ્વાસ આપ્યો.. જેને કારણે તેણે જીત તરફ ડગ માંડ્યા. 
 
પોર્ટૅરફિલ્ડે 43 બોલ પર એક ચોક્કો અને એક છક્કો માર્યો. ત્યારબાદ સ્ટર્લિંગ અને જોએસે બીજી વિકેટ માટે 106 રન જોડતા પોતાની ટીમની જીતને વધુ નિકટ પહોંચાડવાનુ કામ કર્યુ.