સંબંધિત સમાચાર
- હરિયાળાના અંબાલામાં 3 બસ આપસમાં અથડાવી, 5 ની મોત
- પીએમ મોદી આજે મંડીની મુલાકાત લેશે અને રૂ. 11,000 કરોડથી વધુના હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
- પીયૂષ જૈનના ઘર ખજાનાની શોધમાં સૂઈ નહી રહ્યા ઑફીસર, 60 કલાક આંખ ઝપકવી પણ મુશ્કેલ
- Video- રેલ્વે ટ્રેક પર ઉભી ગાયને ટ્રેનએ મારી ટ્ક્કર પછી કઈક આવુ થયુ લોકો બોલ્યા કુદરતનો કરિશ્મો
- પાકિસ્તાનના પૂર્વ તીવ્ર બૉલર શોએબ અખ્તરની માતાનો નિધન થઈ ગયુ
ધર્મ સંસદ - ધર્મગુરૂ કાલીચરણે મહાત્મા ગાંધી વિશે કહ્યા અપમાનજનક શબ્દ, ગોડસેની પ્રશંસા કરી
ભારતમાં જુદા જુદા રાજ્યોમાં હિન્દુ ધર્મ સંસદનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે અને ત્યાથી અવારનવાર વિવાદિત નિવેદન સામે આવી રહ્યા છે. બીજી બાજુ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક સંગઠન દ્વારા આયોજીત ધર્મ સંસદમાં ધર્મગુરૂ કાલીચરણ મહારાજે મહાત્મા ગાંધી વિશે અપમાનજનક શબ્દ કહ્યા ને નાથૂરામ બાપૂની હત્યા માટે તેમને યોગ્ય ઠેરવ્યા.
કોંગ્રેસના નેતાઓએ પણ કરી હતી ટીકા
કાલીચરણ મહારાજે કહ્યું કે ધર્મની રક્ષા માટે લોકોએ કટ્ટર હિંદુ નેતાને સરકારના વડા તરીકે પસંદ કરવો જોઈએ. તેમણે છત્તીસગઢ સરકારમાં કોંગ્રેસના નેતાઓની પણ ટીકા કરી હતી. તેમના દ્વારા કહેવામાં આવેલી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મહિલાઓ વિશે પણ આ વાત કહી
રાયપુરના રાવણ ભાટા મેદાનમાં હિન્દુ ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કાલીચરણ મહારાજે કહ્યું કે આપણું મુખ્ય કર્તવ્ય શું છે - ધર્મનું રક્ષણ કરવું. આપણે સરકારમાં કટ્ટર હિંદુ રાજા (નેતા)ને પસંદ કરવો જોઈએ, પછી ભલે તે કોઈ પણ હોય.
કાલીચરણે કહ્યુ નાથૂરામ ગોડસેને સલામ કરુ છુ. તેમણે આગળ કહ્યુ કે ઈસ્લામનુ લક્ષ્ય રાજનીતિના માધ્યમથી રાષ્ટ્ર પર કબજો કરવાનુ છે. અમારી આંખો સામે તેમણે 1947માં કબજો કરી લીધો હતો. તેમણે પહેલા ઈરાન, ઈરાક અને અફગાનિસ્તાન પર કબજો કર્યો હતો. તેમણે રાજનીતિના માધ્યમથી બાગ્લાદેશ અને પાકિસ્તાન પર કબજો કરી લીધો હતો. હુ નાથૂરામ ગોડસેને સલામ કરુ છુ કે તેમણે ગાંધીની હત્યા કરી નાખી. ત્યારબાદ લોકોએ તાલીઓ પણ વગાડી.
કાલીચરણ પહેલા સાબિત કરે કે તેઓ સંત છે
આ પછી આયોજક નીલકંઠ ત્રિપાઠીને કાલીચરણની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે કહ્યું કે તેઓ આ નિવેદન સાથે સંપૂર્ણ રીતે અસંમત છે. પ્રદેશ કોંગ્રેસ સંચાર પાંખના વડા સુશીલ આનંદ શુક્લાએ કહ્યું કે કાલીચરણે પહેલા સાબિત કરવું જોઈએ કે તેઓ સંત છે.
