સંબંધિત સમાચાર
- Jalebi Fafda- જાણો છો દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનો રિવાજ શા માટે છે?
- ઈન્દોરના ગુજરાતીઓ દ્વારા નિર્દેશિત અને કો-પ્રોડ્યુસ કરાયેલ આધ્યાત્મિક થ્રિલર મનસ્વીના ટ્રેઈલરથી દર્શકો મંત્રમુગ્ધ
- બે સ્પીડિંગ બસ સામસામે અથડાઈ, 1 મહિલાની ઘટનાસ્થળે જ મોત
- ટ્રાફિક સિગ્નલ પર વીડિયો બનાવવુ પડ્યો મોંઘુ ગૃહમંત્રીએ આપ્યા કાર્યવાહીના આદેશ
- ઈન્દોર - પિકનિક પર વિદ્યાર્થીનીને નશીલો પદાર્થ પીવડાવીને કર્યુ દુષ્કર્મ, આરોપીએ મોઢુ ન ખોલવાની આપી ધમકી
અમદાવાદમાં ફાફડાનો ભાવ કિલોએ 440થી 800, જલેબીનો ભાવ 560થી 960એ પહોંચ્યો,
દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાફડા-જલેબીની સામગ્રીની કિંમતમાં ભાવ વધ્યા હોવાનુ વેપારીઓ જણાવી રહ્યા છે.આ ઉપરાંત કારીગરો પણ વઘારે ભાવ લે છે.દશેરા નિમિત્તે
ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે. પરંતુ આ વર્ષે ફાફડા-જલેબીના ભાવ આસમાને પહોંચી ગયા છે. દિવ્ય ભાસ્કરના સરવે મુજબ શહેરમાં અત્યારે ફાફડા 440થી 800 રૂપિયે
કિલો અને ચોખ્ખા ઘીની જલેબીનો ભાવ રૂ. 560થી 960એ પહોંચી ગયો છે.
મોટાભાગના વેપારીઓ દશેરાના બે દિવસ અગાઉ મંડપ બાંધીને ફાફડા-જલેબીનો વેપાર શરૂ કરતા હોય છે.સિંગતેલ, ઘી, બેસન, ગેસના ભાવમાં અસહ્ય ભાવ વધારો થવાના
કારણે ગત વર્ષની સરખામણીએ જલેબી-ફાફડાના ભાવમાં 15થી 20 ટકાનો વધારો જોવા મળ્યો છે.
દશેરાના પર્વએ અંદાજે કરોડો રુપિયાના લોકો ફાફડા જલેબી આરોગી જતા હોય છે. મહત્ત્વનું છે કે કોરોનાને કારણે ગરબા રસિયાઓને આ વખતે ગરબે ઘૂમવા તો નથી મળ્યું પણ લોકોમાં દશેરાના પર્વની ઉત્સાહભેર ઉજવણી કઈક અલગ જ હોય છે. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતિક એવા દશેરા પર્વએ લોકો ફાફડા જલેબી આરોગીને તહેવારની ઉજવણી જરૂરથી કરે છે.
