રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (10:37 IST)

ઈન્દોરના ગુજરાતીઓ દ્વારા નિર્દેશિત અને કો-પ્રોડ્યુસ કરાયેલ આધ્યાત્મિક થ્રિલર મનસ્વીના ટ્રેઈલરથી દર્શકો મંત્રમુગ્ધ

ઈન્દોરના દિગ્ગજ ગુજરાતી મનોજ ઠક્કર  દ્વારા નિર્દેશિત આ અનોખી ફિલ્મ 8 ઓક્ટોબરે રીલિઝ થશે
 
ઈન્દોરના ગુજરાતીઓએ સાથે મળીને એક અનોખી આધ્યાત્મિક થ્રિલર ફિલ્મ બનાવી છે. મનોજ ઠક્કર દ્વારા નિર્દેશિત, પ્રતીક સંઘવી, રિંકુ ઠક્કર અને અર્ચના દુબે દ્વારા કો-પ્રોડ્યુસ કરાયેલી અને જયેશ રાજપાલના નેતૃત્વ હેઠળની આ ફિલ્મની જાહેરાત બોલિવૂડના પ્રખ્યાત ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટા દ્વારા ગયા સપ્તાહે કરાઈ હતી.
 
આ ફિલ્મનું દિગ્દર્શન ટીમના પ્રકાશિત લેખક અને આધ્યાત્મિક નેતા ગુજરાતી મનોજ ઠક્કરે કર્યું છે. તેઓ આધ્યાત્મિક વિષયો પરના ચાર પુસ્તકોના લેખક પણ છે, અને તેમને ભારત ઉપરાંત મોરેશિયસ, શ્રીલંકા તથા નેપાળ સહિત વિશ્વના દેશોમાંથી ચાર રાષ્ટ્રપતિ સન્માન એનાયત કરાયા છે. તેમને તેમના પુસ્તક કાશી મરણનમુક્તિ માટે પણ અનેક એવોર્ડ્સ હાંસલ કર્યાં છે અને તેમને તેમના કાર્ય બદલ ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરિયન સંસદમાં સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 
 
મનસ્વીનું કથાનક મધ્ય ભારતમાં શ્રેણીબદ્ધ બાળ હત્યાના કેસને હલ કરવા માટે કામ કરતા સીબીઆઈ ઓફિસર સત્યકામની આધ્યાત્મિક યાત્રાની આસપાસ ફરે છે. તેની આ સફર દરમિયાન તે તેના ગુરુ અઘોરી બાબાને મળે છે, જે તેની કરુણાથી તેને અઘોરા હોવું એટલે શું તે શીખવે છે. આ સાથે જ તેના ગુરુ તેનો પરિચય એક બુદ્ધીસ્ટ સાધુ લામાજી સાથે કરાવે છે, જે તંત્રને તેમના જીવનમાં સમાવિષ્ટ કરવાના અર્થ પર પ્રકાશ પાડે છે. આ બંને ગુરુઓની મદદથી સત્યકામની ભયાનક હત્યાઓ પાછળના રહસ્યને ઉકેલવાની બાહ્ય યાત્રા અંતિમ સત્યની શોધની તેની આંતરિક સફર સાથે વણાઈ જાય છે.
 
સત્યકમની ભૂમિકા વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને હૃદયથી ફિલ્મ રસિક રવિ મિત્તલે ભજવી છે. અઘોરી બાબાની ભૂમિકા વાસ્તવિક જીવનના સાધક (રહસ્યવાદી) દ્વારા ભજવવામાં આવી છે, જે પોતાનો મોટાભાગનો સમય હિમાલયમાં વિતાવે છે. જ્યારે લામાજીની ભૂમિકા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ભૂતપૂર્વ વિદ્યાર્થી વિશાલ ચૌધરી દ્વારા ભજવવામાં આવી છે.
 
આ ફિલ્મના મૂળ મનોજ, જયેશ અને પટકથા લેખક નુપુરે સાથે મળીને અગાઉ લખેલા અઘોરી: એ બાયોગ્રાફિકલ નોવેલ શીર્ષક સાથે લખેલા પુસ્તકમાં છે જે કુંભ મેળામાં સાચા અઘોરી સાથેની મનોજની મુલાકાતોનું જીવનચરિત્રાત્મક વર્ણન હતું. પુસ્તકની સફળતા બાદ ત્રણેય જણાએ વાર્તાને બીજા નવા ફોર્મેટમાં રજૂ કરવાનું નક્કી કર્યું હતું, જેના પરિણામે આ ફિલ્મનું સર્જન થયું હતું. 
 
ફિલ્મના ક્રૂ અને સિનેમા સાથેના પોતાના ગાઢ સંબંધો વિશે વાત કરતાં જયેશે જણાવ્યું હતું કે " સાથે મળીને એક પરિવારની જેમ વ્યવસાય અને સામાજિક કાર્યો કરતું અમારું યુવાનોનું ગ્રૂપ છે. અમે જ્યારે મનોજ સરને મળ્યાં ત્યારે અમારામાંથી મોટાભાગના લોકો કિશારાવસ્થામાં હતાં, તે સમયે મનોજ સર અમને અર્થશાસ્ત્ર ભણાવતાં હતાં. મનોજજી આખી જિંદગી ફિલ્મના ચાહક રહ્યા છે. છેલ્લાં 30 વર્ષથી તેણે એક દિવસમાં એક ફિલ્મ જોઈ છે. મારા પોતાના પિતા ફિલ્મ વિતરણનો ધંધો કરતા હતા અને અમે મધ્ય ભારતમાં 1982થી અત્યાર સુધી 50થી વધુ ફિલ્મોનું વિતરણ કર્યું છે. #Manasvi ફિલ્મ બનાવવાનો અમારો પહેલો પ્રયાસ છે. ...
 
મનોજના મતે, આ ફિલ્મ બનાવવાના ઘણા કારણો હતાં, પરંતુ મુખ્ય કારણ, " અઘોરા અને તંત્રના ખ્યાલોને ઘેરી વળતી પ્રચલિત ગેરસમજોને દૂર કરવા માટે હતું. અમે આજના યુવાનો સુધી, તેમની પોતાની ભાષામાં આધ્યાત્મિકતાનો અત્યંત જરૂરી સંદેશ ફેલાવવા માંગતા હતા. કારણ કે આ આધુનિક જીવનમાં આપણે ઘણા નકારાત્મક વિચારો, ભય, ચિંતા, નારાજગી, વધુ પડતું કામ કરતા મન, અનિદ્રાથી બોજમાં છીએ, આપણે આપણા જીવનનો મૂળ ઉદ્દેશ્ય ગુમાવી દીધો હોય તેવું લાગે છે. મનસવીનો ઉદ્દેશ આપણને એ દર્શવવાનો છે કે અંતરાત્મા તરફ વળવું એ જ આ બધાં દુન્યવી બોજોમાંથી મુક્તિ મેળવવાનો રસ્તો છે.
 
જયેશ તેનાથી સંપૂર્ણ સંમત થતાં જણાવે છે કે, "આપણા દેશની અંદર, #Aghoraના આધ્યાત્મિક ખ્યાલો અને #Tantra!ને ખૂબ બદનામ કરવામાં આવ્યા છે, અને લોકપ્રિય માન્યતાઓ તેમને સ્મશાન અથવા કાળા જાદુ વગેરે સાથે જોડે છે, જે સત્યથી જોજનો દૂર છે. ભારતનો સાચો વારસો તેનો આધ્યાત્મિક વારસો છે અને અમે મનસ્વી દ્વારા વિશ્વને તે જ દર્શાવવા માંગીએ છીએ."
આ ફિલ્મ દિગ્દર્શક મનોજ સહિત ઘણા યુવા કલાકારો અને ક્રૂ માટે ઉદ્યોગમાં પદાર્પણ બની છે, જે જણાવે  છે કે, "આ ફિલ્મ દ્વારા, અમે એ દર્શાવ્યું છે કે સારી ફિલ્મ બનાવવાના તમારા સ્વપ્નને આગળ વધારવા માટે તમારે મુંબઈ જવાની જરૂર નથી. આ દેશના યુવાનો માત્ર ફિલ્મો બનાવવા માટે જ નહીં પરંતુ તેઓ જે પણ ક્ષેત્રમાં નિશ્ચય કરે તેમાં એક સાથે મળીને  સફળતા મેળવી શકે છે."
 
આ ફિલ્મનું શૂટિંગ સંપૂર્ણપણે ઇન્દોરના 30 કિમીની અંદર ઓગસ્ટ 2020 દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ કોવિડ-19 સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરાયું હતું. જયેશના જણાવ્યાં અનુસાર, "ફિલ્મના નિર્માણ સાથે બધું જ સરળતાથી ગોઠવાઈ ગયું હતું, કારણ કે જ્યારે તમે તમારા જુસ્સાની સાથે તમારી લાગણીઓ સાથે અનુસરો છો, ત્યારે તે ખરેખર કામ જેવું લાગતું નથી. અને હવે જ્યારે થિયેટરો ખુલ્યા છે ત્યારે અમે દેશભરમાં મનસ્વીના માધ્યમથી  પ્રેક્ષકોને મનોરંજન તેમજ શિક્ષિત કરવા માટે ખૂબ ઉત્સાહિત છીએ!"
ડિવાઇન બ્લેસિંગ સ્ટુડિયો દ્વારા રિંકુ ઠક્કર, અર્ચના દુબે અને પ્રતીક સંઘવીના સહયોગથી નિર્મિત મનસ્વી 7 ઓક્ટોબરે ભારતભરના થિયેટરોમાં રિલીઝ થશે.