Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ચૈત્રી નવરાત્રી : આયુર્વૈદિક દ્રષ્ટિએ તેનું મહત્વ

Updated: ગુરુવાર, 15 માર્ચ 2018 (15:02 IST)
 
P.R


ચૈત્રી નવરાત્રી વિશે આરોગ્‍ય અને આયુર્વેદને ધ્‍યાનમાં રાખી વૈદ્ય મુકેશભાઇ ગૌદાણી જણાવે છે કે, આખા વર્ષનું સ્‍વાસ્‍થ્‍ય જાળવવા માટે, કફ, જ્‍વર, ફ્‍લુનો પ્રકોપ ઓછો કરવા ચૈત્ર મહિનામાં કડવા લીમડાનું ઘણું મહત્ત્વ છે. કડવા લીમડાનો મોર ખાઇ શકાય. કૂણા પાનનો રસ ચારથી પાંચ ચમચી લઇ શકાય. આ નવ દિવસમાં ઘણાં લોકો અલૂણાં વ્રત કરે છે. એટલે કે મીઠું લેતાં નથી કારણ કે આ સમય દરમિયાન લવણ રસ, ખારાશને કારણે કફ વધે છે.

 

આગળ વાંચો ચૈત્રી નવરાત્રીનું ધાર્મિક મહત્વ....


P.R

આ ઋતુ કફપ્રકોપની છે. કફ વધે નહીં એ માટે અલૂણાનું મહત્ત્વ છે. એ જ રીતે આ સિઝનમાં પરસેવો વધારે થાય છે. મીઠાને કારણે પરસેવો વધારે થાય, શોષ પડે. આમ ન થાય તે માટે પણ મીઠું ઓછું ખાવું જોઇએ. ગળ્‍યો, ખાટો અને ખારો રસ કફવર્ધક છે તેથી તેવો ખોરાક આ ઋતુમાં ન લેવો. આપણી ભારતીય સંસ્‍કૃતિ અને ધર્મોને નામે ગોઠવેલા આવા ઋતુઓ પ્રમાણેના રિવાજ આરોગ્‍યને ધ્‍યાનમાં રાખીને ગોઠવાયા હોય એમ લાગે છે.

ચૈત્રી નવરાત્રિમાં ઘણાં લોકો ઉપવાસ કરે છે. અથવા મીઠું લેતાં નથી. તેના ધાર્મિક મહત્ત્વ વિશે જણાવતાં શાસ્ત્રી હસમુખભાઇ ત્રીવેદી કહે છે કે, નવરાત્રિમાં ઉપવાસનું મહત્ત્વ છે. ‘ઉપ' એટલે નજીક અને વાસ એટલે રહેવું. ઈશ્વરની નજીક નિવાસ કરવો એટલા માટે ઉપવાસ કરવાનો છે. એટલે કે ખોરાક ન લેવો. ભોજન લેવાથી શરીર આળસુ બની જાય માટે જ ખોરાક પર કંટ્રોલ હોય, વ્‍યક્‍તિ ભૂખી હોય તો તેને હમેશાં યાદ આવ્‍યા કરે કે તેણે શા માટે ઉપવાસ કર્યો છે. તેને ઈશ્વરનું વિસ્‍મરણ ન થાય અને ચૈત્રી નવરાત્રિમાં અલૂણું ખાવાનું મહત્ત્વ એટલા માટે છે કે ચૈત્ર મહિનામાં મીઠું ખાવાથી શરીરને નુકસાન થાય છે.

આ સમયમાં થતાં કફ, પિત્ત અને શરીરમાં ભેગાં થયેલાં કચરાને દૂર કરવા માટે, શરીરને શુદ્ધ કરવા માટે ઉપવાસનું મહ્ત્વ છે. શિવપુરાણમાં પણ ઓખા અને કાર્તિકેયની કથામાં, ઓખા મીઠામાં સંતાઇને ઓગળી ગઈ એ સંદર્ભનો ઉલ્લેખ લઇ મીઠાનો વધારે પ્રમાણમાં ઉપયોગ નહીં કરવાનું મહત્વ છે

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

ગરબા-દાંડિયા માટે આ 7 ટ્રેન્ડી હેરસ્ટાઇલ અજમાવો, તે ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર દેખાશે

નવરાત્રિના ઉપવાસમાં સાબુદાણા ખીચડીથી અલગ બનાવો આ 7 સ્વાદિષ્ટ વાનગીઓ, ઝટપટ થઈ જશે તૈયાર

ઓછા તેલમાં બનાવો ક્રિસ્પી ફરાળી સાબુદાણા-બટાકાની ટિક્કી, નવરાત્રિ ઉપવાસ માટે બેસ્ટ

CPR ક્યારે આપવો જોઈએ અને ક્યારે નહિ ? જાણો જીવ બચાવવાની યોગ્ય રીત

ઉપવાસમાં બનાવો ઝટપટ દહીંવાળા બટાકા, સ્વાદ એવો કે વારંવાર બનાવવાનું મન થશે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 13 ઓક્ટોબર 2026

Navratri Day 3 - 13 ઓક્ટોબર ની ત્રીજી દેવી ચંદ્રઘંટાના 4 વિશેષ મંત્ર અને પ્રસાદ

ત્રીજા દિવસે - માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા

Brahmacharini mata- નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Mata Brahmacharini Katha- બ્રહ્મચારિણી માતાની કથા

આગળનો લેખ
Show comments