શુક્રવાર, 4 ઑક્ટોબર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : ગુરુવાર, 15 માર્ચ 2018 (14:30 IST)

જાણો નવરાત્રીમાં શુ ન કરવુ જોઈએ

વર્ષ 2017ના શારદીય નવરાત્ર 21 સપ્ટેમ્બરઅશ્વિન શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે.  માતા પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા લોકો માટે આ દિવસ ખાસ રહેશે. 
 
નવરાત્રીનો તહેવાર દેશના દરેક ભાગમાં જુદી જુદી  રીતે ઉજવાય છે. એકબાજુ ઉત્તર ભારતના મંદિરોમાં માતા ભગવતીનું પૂર્ણ  શ્રૃંગાર સાથે પૂજન કરાય છે. બીજી બાજુ  ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગરબાનું  આયોજન કરવામાં આવે છે. તો બંગાળમાં ઉજવાતો દુર્ગા ઉત્સવ જુદો જ છે. માતાના મંદિરોમાં વિશેષ રૂપે જમ્મૂના કટરા સ્થિત માતા વૈષ્ણવ દેવીમાં તો નવરાત્રીમાં શ્રદ્ધાળુઓનો મેળો ભરાય છે. 
 
આપણે  જાણતા અજાણતા  કેટલાક એવા કાર્ય કરીએ છીએ જે નવરાત્રીના શુભ સમયમાં ન કરવા જોઈએ. તો આવો જાણીએ માતાના પવિત્ર પર્વમાં શું કરીએ અને શુ નહી...  
 
નવરાત્રીના  દિવસોમાં શું કરવું 
 
1. દરરોજ મંદિર જવું - નોરતામાં દરરોજ માતાજીના મંદિરમાં જઈને, માતાજીનું  ધ્યાન કરવું જોઈએ અને આપણા પરિવારની ખુશી માટે પ્રાર્થના માતાજીને  કરવી જોઈએ. 
 
2. દેવીને જળ ચઢાવવું - શાસ્ત્ર કહે છે કે દરરોજ સાફ જળ, નવરાત્રીમાં માતાજીને અર્પિત કરવામાં આવે તો આ કાર્યથી માતાજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. 
 
3. ઉઘાડા પગે રહેવું અને સ્વચ્છ કપડાનો પ્રયોગ કરવો - જો  તમે ઘરમાં  જ રહો છો અને બહાર નથી જતા છે તો તમે સ્વચ્છતાની દ્રષ્ટિએ ઉઘાડા પગે રહેવું જોઈએ. સાથે જ સાફ અને પવિત્ર કપડાનો પ્રયોગ દરેક માણસે કરવો જોઈએ. 
 

4. નવ દિવસ સુધી વ્રત રાખો. 
આજે આ વાત વિજ્ઞાન પણ માને છે કે માણસ જો ઉપવાસ રાખે તો આ કાર્યથી શરીરની સફાઈ થઈ જાય છે. બીજી તરફ ભક્તિની નજરે પણ ઉપવાસ ખૂબ મહ્ત્વપૂર્ણ  છે. આજે કળયુગમાં ઉપવાસ એક રીતની તપસ્યા છે. 
 
5. નવ દિવસ સુધી દેવીના ખાસ શ્રૃંગાર કરવા 
નવરાત્રમાં માણસે નવ દિવસ સુધી દેવી માતાજીનો ખાસ શ્રૃંગાર કરવો જોઈએ. શ્રૃંગારમાં માતાના વસ્ત્ર , ફૂલોની માળા,હાર અને નવા વસ્ત્રોથી માતાજીના શ્રૃંગાર કરાય છે.  
 
6. અષ્ટમી પર ખાસ પૂજન અને કન્યા ભોજન કરાવવું 
માતાજીના આઠમના દિવસે માતાજીની ખાસ પૂજાના આયોજન કરવું શુભ જણાવ્યા છે. આ પૂજા માટે કોઈ બ્રાહ્મણની મદદ લેવાય તો ઉત્તમ રહે છે અને જો બ્રાહ્મણ ના હોય તો પોતે , માતા સ્ત્રોત અને ધ્યાન પાઠ કરવા જોઈએ. 
7. માતાની અખંડ જ્યોત પ્રગટાવો. 
નોરતામાં માતાજીની અખંડ જ્યોત જો ગાયાના દેશી ઘી થી  પ્રગટાવવામાં આવે  તો માતાજી ખૂબ પ્રસન્ન થાય  છે. પણ જો ગાયનું  ઘી નથી તો બીજા ઘીથી માતાની અખંડ જ્યોતિ પૂજા સ્થાન પર જરૂર પ્રગટાવવી જોઈએ. 
 
8. બ્રહ્મચર્ય વ્રતનું  પાલન કરવુ  
નોરતામાં એક વાતનું  ખાસ ધ્યાન બધાને રાખવુ  જોઈએ. જો તમે વ્રત કરો કે નહી પણ આ નવ દિવસોમાં દરેક માણસે બ્રહ્મચર્ય વ્રતના પાલન કરવું જોઈએ. 
 
નવરાત્રિના દિવસોમાં શું ન કરવું 
 
1. વઘાર ન લગાવશો  
ઘરમાં જો કોઈ માણસ વ્રત ના રાખે તો પણ એના માટે પણ વઘાર વગરનું  ભોજન બનાવવુ  જોઈએ. નવ દિવસ સુધી વઘારનો  પ્રયોગ ન કરવો. 
 
2. લસણ-ડુંગળીના પ્રયોગ કરવો નહી
નવરાત્રમાં ઘરમાં લસણ-ડુંગળીના પ્રયોગ કરવો જોઈએ નહી. 
 
3. દાઢી , નખ અને વાળ ન કાપવા 
નવરાત્રમાં માણસેને નખ , દાઢી અને વાળ ન કાપવા  જોઈએ. 
 
4. માંસ મદિરાના પ્રયોગ કરવો જોઈએ નહી.