રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2017 (10:10 IST)

નવરાત્રી 2017 - મા દુર્ગાના આ સિદ્ધ મંત્રોથી દરેક મનોકામના પૂરી થશે

સંતાન સુખના સાથે ધન ધાન્યની પ્રાપ્તિની ઈચ્છા રાખતા ભક્તો માટે આ મંત્ર નિયમિત રૂપથી જપ કરો 
सर्वाबाधा वि निर्मुक्तो धन धान्य सुतान्वितः। मनुष्यों मत्प्रसादेन भवष्यति न संशय॥
 
જે ધન સંબંધી મુશ્કેલીથી પરેશાન છો તો ગરીબી દૂર કરવા માટે નિઅયમિત માતાના આ સિદ્ધ મંત્રનો જપ કરો. दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः। सवर्स्धः स्मृता मतिमतीव शुभाम् ददासि।। 
 
સારા સ્વાસ્થય સાથે ધન ધાન્ય અને એશ્વર્ય પ્રાપ્તિની કામના રાખતા લોકો માટે આ સિદ્ધ મંત્રનો નિયમિત જપ તમારી ધન અને સારા સ્વાસ્થ્યની કામના પૂરી  કરશે. 
ऐश्वर्य यत्प्रसादेन सौभाग्य-आरोग्य सम्पदः। शत्रु हानि परो मोक्षः स्तुयते सान किं जनै।।..
 
જ્ન્મ અને મૃત્યુનો ચક્ર સદા ચાલતા રહે અને જે ધરતી પર આવે છે તેને સુખ દુખ ભોગવો પડે છે જો તમે આ ચક્રથી મુક્ત થવા માંગતા હોય તો સપ્તશીના આ સિદ્ધ મંત્ર નો નિયમિત જાપ કરો .
सर्वस्य बुद्धिरुपेण जनस्य हृदि संस्थिते। स्वर्गापवर्गदे देवि नारायणि नमोऽस्तु ते।।
 
સારો સમય છે તો ખરાબ સમય પણ આવી શકે છે. જ્યારે ખરાબ સમય આવે તો તમને સંકટથી નિકાળવાનો કોઈ માર્ગ નહી મળતો તો દુર્ગા સપ્તશીનના વિપતિહરણ મંત્રનો જાપ કરવો જોઈએ. આ ખૂબજ પ્રભાવશાળી મનાય છે.
शरणागतदीनार्तपरित्राणपरायणे। सर्वस्यार्तिहरे देवि नारायणि नमोऽस्तु ते।।
 
જો તમે ચાહો કે તમારામાં આક્રષણ ક્ષમતા આવી જાય જેથી તમે જ્યાં જાઓ લોકો તમારાથી આકર્ષિત થાય અને તમારો કામ બની જાય તો નિયમિત આ મંત્રનો  જાપ કરો.  
ॐ महामायां हरेश्चैषा तया संमोह्यते जगत्, ज्ञानिनामपि चेतांसि देवि भगवती हि सा। बलादाकृष्य मोहाय महामाया प्रयच्छति।।
 
જો તમે ઈચ્છો છો કે તમારામાં તે શક્તિ આવી જાય જેથી તમે ભવિષ્યમાં થતી ઘટના વિષે પહેલાથી જાણી જાઓ તો નિયમિત આ મંત્રનો જાપ કરો.
दुर्गे देवि नमस्तुभ्यं सर्वकामार्थसाधिके। मम सिद्धिमसिद्धिं वा स्वप्ने सर्वं प्रदर्शय।।  . આ મંત્રથી સ્વપનમાં ભૂત ભવિષ્ય જાણવાની ક્ષમતા આવી જાય છે. 
 
અપરિણીત લોકો માટે આ મંત્ર ખૂબ પ્રભાવશાળી માન્યું છે. આ મંત્રના જાપથી સુંદર અને સુયોગ્ય જીવનસાથી મળે છે. 
पत्‍‌नीं मनोरमां देहि नोवृत्तानुसारिणीम्। तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम्॥.
 
જો તમારી શારીરિક અને માનસિક રૂપથી શક્તિશાળી બનવા ઈચ્છો છો તો નિયમિત આ  મંત્રનો જાપ કરો.
सृष्टिस्थितिविनाशानां शक्ति भूते सनातनि। गुणाश्रये गुणमये नारायणि नमोऽस्तु ते।।
 
જો તમે ઈચ્છો છો કે તમારો જીવનમાં પ્રસન્નતા અને આનંદ મળતા રહે તો નિયમિત આ મંત્રનો જાપ કરો.
प्रणतानां प्रसीद त्वं देवि विश्वार्तिहारिणि। त्रैलोक्यवासिनामीडये लोकानां वरदा भव।।