શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી ફેશન
Written By
Last Updated : બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (10:42 IST)

નવરાત્રીને લઈને યુવતીઓમાં ખાસ કરીને બેકલેસ પેઈન્ટિંગ અને ટેટૂની થીમ

નવરાત્રી શરૂ થવામાં  હવે ત્રણ દિવસની વાર છે ત્યારે સજીધજીને રમવાની તૈયારીઓ યુવતીઓએ શરૂ કરી દીધી છે. નવરાત્રિ રસિયા ખેલૈયાઓ બેકલેસ પેઇન્ટીંગ અને ટેટુ માટે હજારો રૂપિયા ખર્ચ કરતાં ખચકાતા નથી. કમળના ફૂલ, મોર, ફ્લાવર પોટ, રાષ્ટ્રધ્વજ, મહેંદીની ડિઝાઇનની થીમ  ટેટુ, છૂંદણા ઉપરાંત કલર પેઇન્ટીંગ જોવા મળશે નવરાત્રી રસયિા યુવક-યુવતીઓ નવરાત્રિના રાસ-ગરબાની રમઝટમાં અલગ તરી આવવા અને લોકોમાં છવાઇ જવાના ઇરાદા સાથે હજારો રૂપિયાના ખર્ચે બેકલેસ પેઇન્ટીંગ, હેન્ડવર્ક કલર પેઇન્ટીંગ અને ટેટુનો અનોખો ક્રેઝ પૂરો કરે છે.

શહેરના કોલેજીયન યુવક-યુવતીઓમાં નવરાત્રી દરમ્યાન છવાઇ જવાનું એક અનોખું ઘેલું હોય છે અને તે માટે તેઓ નીતનવા અખતરા કરતા રહેતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ટેટુનો ક્રેઝ વધી રહ્યો હતો પરંતુ બદલાતી આધુનિકતાની સાથે સાથે અને પોતાના હાઇફાઇ સ્ટેટસનો પરિચય આપવા હવે બેકલેસ પેઇન્ટીંગ, હેન્ડવર્ક કલર પેઇન્ટીંગ, પરમેનન્ટ ટેટુ તેમજ સેમીપરમેનન્ટ પેઇન્ટીંગનું આકર્ષણ વધી ગયુ છે.  ફેશનેબલ અને ફ્રેન્ક યુવતીઓ ચોલીના પાછળના ભાગે ખુલ્લી પીઠ પર એટલી જ સાઇઝનું મોટુ પેઇન્ટીંગ કે ટેટુ ચીતરાવી આકર્ષણ જમાવવા માટે સજ્જ છે.