શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By

નવરાત્રીમાં ગરબા કેમ રમવામાં આવે છે જાણો છો ?

નવરાત્રીનો આ તહેવાર દેવી માતાની પૂજા અને ઉપાસના કરવા માટે મનાવવામાં આવે છે. 
 
મા અંબેના ભક્ત તેને પુર્ણ નવ દિવસ માતાની પૂજા કરીને દરેક સાંજે તેમની આરતી પછી એક મોટા મેદાનમાં માતાના નામનો દિવો પ્રગટાવીને તેની ચારેબાજુ ગરબા રમે છે. 
 
પણ શુ આપ જાણો છો કે નવરાત્રીના નવ રાત સુધી ગરબા કેમ રમવામાં આવે છે 
 
આવો આજે અમે તમને બતાવીએ છીએ ગરબા રમવાનુ કારણ 
 
ઉલ્લેખનીય છે કે ગરબા સંસ્કૃતના ગર્ભથી નીકળ્યા છે. નવરાત્રીના આ તહેવારમાં આ સંપૂર્ણ નૃત્ય માટીથી બનેલ એક ગર્ભની આસપાસ કરવામાં આવે છે. માટીથી બનેલ આ ગર્ભનો અર્થ અસલમાં સંસારના મૂળ મતલબ પ્રસવ, જન્મ કે ઉત્પત્તિથી છે. 
 
મેદાનમાં મુકવામાં આવનારા આ ગર્ભની અંદર માતાના નામનો એક દીવો પણ મુકવામાં આવે છે. જેને ગર્ભ દીપ કહેવાય છે. નવરાત્રીમાં લોકો આ ગર્ભદીપની ચારેબાજુ ગરબા રમે છે. 
 
આ વાતને પ્રતીકાત્મક રૂપે એવુ કહેવામાં આવે છે કે આ સંસારની ઉત્પત્તિ આપણા સૌની ઉત્પત્તિ આ ગર્ભથી જ થઈ છે જેને આપણે માતા અંબે કહીએ છીએ અને આપણા બધાનુ પુર્ણ જીવન આની જ ચારેબાજુ ફરે છે. આપણે જન્મ લઈએ છીએ અને આપણુ જીવન જીવીએ છીએ પછી મૃત્યુને પ્રાપ્ત કરીએ છીએ. 
 
આ મોક્ષ પછી જીવનનુ આ ચક્ર ફરીથી શરૂ થાય છે અને આ જીવન ચક્ર કહેવાય છે. 
 
જે રીતે આપણુ જીવન મા અંબેની ચારેબાજુ ફરે છે એ જ રીતે ગરબાની આ રમત પણ આપણા જીવનચક્રનુ એક પ્રતીક છે. જે નિરંતર ચાલતુ રહે છે. ક્યારેય રોકાતુ નથી અને આ જીવનની ધુરી, જેનુ સંપૂર્ણ કેન્દ્ર મા ના નામના ગર્ભથી થાય છે. 
 
હિન્દુ ધર્મ મુજબ જીવનચક્રની આ વિચારધારા આપણા ધર્મમાં આટલા સરળ અને સહેલાઈથી બતાવવાની કોશિશ કરવામાં આવી છે કે નવરાત્રીન આ ઉત્સવ દ્વારા આપણા બધાના જીવનમાં આ સંપૂર્ણ રીતે ઉતરી આવે છે અને આપણે તલ્લીનતાથી ઉત્સવમાં જોડાઈને જીવનના આટલા ગૂઢ રહસ્યને સહેલાઈથી સમજી જઈએ છીએ.