રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 18 સપ્ટેમ્બર 2017 (17:50 IST)

નવરાત્રીમાં ટૈટૂ બનાવવાનુ વિચારી રહ્યા છો તો સાવધાન...

ટૈટૂના શોખીન લોકો માટે ખરાબ સમાચાર છે. યુવાનોમાં આજકાલ ટેંટૂનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે.  હવે તો નવરાત્રી જેવા તહેવારોમાં પણ લોકો ટૈટૂને વિશેષ રૂપે બનાવડાવે છે.. 
 
તાજેતરમાં થયેલ એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે ટૈટૂ માટે ઉપયોગમાં આવનારી શાહી (ઈંક) ના સૂક્ષ્મ કણ અનેકવાર શરીરમાં જતા રહે છે. તેનાથી ઈમ્યૂન સિસ્ટમ અને નસોને નુકશાન પહોંચી શકે છે. 
 
રિપોર્ટમાં સામે આવ્યુ છે કે સેંટીમીટરથી લાખો નાના સાઈઝની ઈંક પાર્ટિકલ્સમાં ક્રોનિયમ, મૈગનીઝ, નિકેલ વગેરે રહેલા હોય છે.  ફ્રાંસના રિસર્ચર હિરન કૈસ્ટિલોએ જણાવ્યુ કે જ્યારે કોઈ ટૈટૂ બનાવવા જાય છે તો તે પાર્લરની પસંદગી કરવામાં સાવધાની રાખે છે.  પણ તે ટૈટૂ માટે ઉપયોગમાં આવનારી ઈંક વિશે વિચારતા નથી. 
 
તેમણે કહ્યુ કે અમારા રિસર્ચમાં જોવા મળ્યુ છે કે ઈંક વિશે પણ લોકોએ વિચારવુ જોઈએ કે કયા કેમિકલથી ઈંક બનાવવામાં આવી છે. શોધકર્તાઓએ આ રિસર્ચ કરવા માટે અનોખા પ્રકારનો એક્સરેનો ઉપયોગ કર્યો છે. રિસર્ચમાં તેમણે એવા લોકોનો સમાવેશ કર્યો છે જેમના ગરદન, હાથ વગેરે પર ટૈટૂ બન્યા હતા. 
 
આ ઉપરાંત શોધકર્તાઓએ ફૂરિયર રૂપાંતરણ અવરક્ત સ્પેક્ટ્રોસ્કોપી (fourier transform infrared spectroscopy)નામની તકનીકનો પણ ઉપયોગ કર્યો છે.  ઉલ્લેખનીય છે કે ટૈટૂ માટે ઉપયોગમાં લેવામાં આવનારી ઈંકને અનેક પ્રકારના ઓર્ગેનિક અને ઈન ઓર્ગેનિક પિગમેંટ્સથી બનાવવામાં આવે છે. તેમા અનેકવાર ઝેરીલા તત્વનો પણ સમાવેશ હોય છે.  ઈંક બનાવવામાં કાર્બન બ્લેક પછી જે સામગ્રી સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે એ છે ટાઈટેનિયમ ડાયોઑક્સાઈડ(titanium dioxide) . જેનો ઉપયોગ સનસ્ક્રીન, પેંટ્સ વગેરે બનાવવામાં પણ કરવામાં આવે છે.