શનિવાર, 22 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શનિવાર, 22 નવેમ્બર 2025 (10:18 IST)

CCTV - અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક, એક જ દિવસમાં 7 લોકોને બચકા ભર્યા

Dogs
અમદાવાદ શહેરના હીરાબાગ ક્રોસિંગ અને શારદા મંદિર રોડ પાસે એક જ દિવસમાં 7 થી વધુ લોકો પર શ્વાને હુમલો કર્યો હોવાની ઘટના સામી આવી છે. 18 નવેમ્બરની  જ એક ઘટનામાં PGમાં રહેતા યુવક પર શ્વાને હુમલો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.  

 
શહેરના શારદા મંદિર રોડ પર આવેલા એક PGના યુવક પર શ્વાને હુમલો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ વાઇરલ થયા છે. વીડિયોમાં જોવા મળે છે કે, યુવક જ્યારે વ્હીકલ પાર્ક કરવા જાય છે, ત્યારે અચાનક શ્વાન ત્યાં આવીને યુવક પર હુમલો કરે છે અને પગના ભાગે કરડવા લાગે છે. આ દરમિયાન એક વ્યક્તિ યુવકને બચાવવા દોડી આવે છે.  સ્થાનિકોએ જણાવ્યું કે, આ વિસ્તારમાં રોજબરોજ આવી ઘટનાઓ બની રહી છે પરંતુ, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શ્વાન પકડવાની કામગીરી નામ માત્રની છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે.
 
રહેવાસીઓના નિવેદન મુજબ વર્તમાન દિવસોમાં રખડતા શ્વાનોની સંખ્યા સતત વધી રહી છે અને રાત્રિ સમયે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ઘણા રહેવાસીઓએ મહાનગરપાલિકા પાસે વારંવાર ફરિયાદો નોંધાવી હોવા છતાં AMC તરફથી પૂરતી કાર્યવાહી જોવા મળતી નથી, એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે ખસીકરણની કામગીરી ખૂબ ઓછી છે, જેના કારણે શ્વાનોના જૂથો વધી રહ્યા છે અને હુમલાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે.