રવિવાર, 23 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 22 નવેમ્બર 2025 (09:58 IST)

સુરતમાં 28 વર્ષીય મહિલા ડોકટરે 9 માં માળેથી લગાવી મોતની છલાંગ, 2 મહિના પછી થવાના હતા લગ્ન

suicide
સુરત પ્રાઇવેટ ફિઝિયો ક્લિનિક ધરાવતી રાધિકા કોટડીયા નામની યુવતીએ 21 નવેમ્બર ગુરુવારે સાંજે  આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો. સરથાણા જકાતનાકાના ચાઇલટ પાર્ટનર કાફેમાં એકલા ગયા બાદ ફિઝિયોથેરાપિસ્ટે નવમા માળેથી ઝંપલાવીને મોત વ્હાલુ કર્યું. રાધિકા કોટડીયા પોતાનું પ્રાઇવેટ ફિઝિયો ક્લિનિક ધરાવે છે. હોસ્પિટલમાં રાધિકાને સારવાર માટે લઈ જવામાં આવી હતી, સારવાર દરમિયાન તેનું કરુણ મોત નિપજ્યું છે.  અચાનક બનેલી આ આપઘાતની ઘટનાને લઈને સ્થળ પર હાહાકાર મચી ગયો. પોલીસને માહિતી મળતા જ સરથાણા પોલીસ સ્ટાફ સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી દીધી. આ ચાય પાર્ટનર કાફેમાં મંગેતર સાથે અવારનવાર જતી હતી અને ત્યાંથી જ કૂદીને જીવન ટૂંકાવ્યું છે. હાલ તો આપઘાત પાછળનું કોઇ કારણ જાણવા મળ્યું નથી. 
 
સૂત્રો તરફથી મળતી માહીતી મુજબ   મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભેગડી ગામની વતની અને હાલ સુરતના સરથાણાના શ્યામધામ મંદિર પાસે આવેલી વિશ્વા રેસિડેન્સિમાં 28 વર્ષીય રાધિકા જમનભાઈ કોટડીયા પરિવાર સાથે રહેતી હતી. મૃતકના પરિવારમાં માતા-પિતા અને એક ભાઈ છે. મૃતકના પિતા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. જ્યારે રાધિકા સરથાણા જકાતનાકા વિકાસ શોપર્સમાં પહેલા માળે પોતાનું શ્રીજી ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી.
 
સરથાણા પોલીસ દ્વારા મૃતકનો મોબાઈલ ફોન કબજે લઈ ટેકનિકલ વિશ્લેષણ તેમજ પરિવારજન અને મંગેતરનાં નિવેદન આધારે તપાસ કરવામાં આવી રહી છે. આપઘાતનું મૂળ કારણ શું છે, તે જાણવા પોલીસે વિસ્તૃત તપાસ શરૂ કરી છે. બે મહિના પછી દીકરીના લગ્ન થવાના હતા ત્યારે એ પહેલા જ દીકરીએ આવું પગલું ભરી લેતા પરિવાર આઘાતમાં છે.