જાણીતા પંજાબી સિંગરનુ દર્દનાક મોત, કાર અકસ્માતમાં ગયો જીવ, રાજવીર જવંદાનુ પણ આ જ રીતે થયુ હતુ મોત
Harman Sidhu Death: પંજાબી મ્યુઝિક ઈંડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. જાણીતા પંજાબી સિંગર હરમન સિદ્દૂનુ એક માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયુ. તેઓ ફક્ત 37 વર્ષના હતા અને તેમણે ખૂબ ઓછા વયે પંજાબી સંગીતમાં નામ કમાવ્યુ હતુ. હરમન સિદ્ધૂએ અનેક હિટ ગીત આપ્યા છે અને તે ફેમસ સિંગર મિસ પૂજાની સાથે પણ અનેક ગીત માટે પૉપુલર રહ્યા હતા. હરમનના આમ દુનિયામાંથી ચાલ્યા જવાથી પંજાબી ઈંડસ્ટ્રીમાં શોકની લહેર છે અને ફેંસ સદમામા છે. ફેંસ સિંગરને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા માર્ગ અકસ્માતમાં પંજાબી ગાયક રાજવીર જવંદાનુ 8 ઓક્ટોબર 2025 ના રોજ નિધન થયુ. આ રીતે 2 મહિનામાં બે જાણીતા અને યુવા પંજાબી સિંગર માર્ગ અકસ્માતમાં માર્યા ગયા.
કાર દુર્ઘટનામાં પંજાબી સિંગરનો ગયો જીવ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે રાત્રે પંજાબી ગાયક હરમન સિદ્ધુનો એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ગાયકની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અહેવાલો દર્શાવે છે કે સિદ્ધુ રાત્રે લગભગ 12:00 વાગ્યે ખયાલા કાલિયાન ગામમાં શૂટિંગ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. અકસ્માત પછી તરત જ પોલીસ પહોંચી હતી અને ગાયકનો મૃતદેહ તેમના પરિવારને સોંપી દીધો હતો.
r