Bhavnagar Crime News 10 દિવસથી ગાયબ ફોરેસ્ટ અધિકારીની પત્ની અને બે બાળકોની મળી લાશ, ગુમ થવાની ફરિયાદ કરનાર પતિ નીકળ્યો હત્યારો
ભાવનગરમાં એક હેરાન કરનારી ઘટના સામે આવી છે. ફોરેસ્ટ અધિકારીની પત્ની અને બે બાળકોની ડેડબોડી ઘરની પાસે એક ખેતરમાં મળી છે. પોલીસને શંકા છે કે ત્રણેયની હત્યા કરવામાં આવી છે. ફોરેસ્ટ અધિકારીએ 10 દિવસ પહેલા ત્રણેયના ગાયબ થવાનો મામલો નોંધાવ્યો હતો. પોલીસે ભાવનગર જીલ્લાના ભરતનગર પોલીસ સ્ટેશનમાં મામલો નોંધાવવાનીએ તપાસ શરૂ કરી છે. ફોરેસ્ટ અધિકારીની પત્ની પુત્ર અને પુત્રીની ડેડબોડી મળવાની ઘટનાથી હડકંપ મચ્યો છે. બધા 6 નવેમ્બરથી ગાયબ હતા. 16મી તારીખે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી 20 ફૂટ દૂર ખાડામાંથી મૃતદહે મળી આવ્યા હતા.
ભાવનગર પોલીસના જણાવ્યા અનુસાર, વન અધિકારીની ઓળખ શૈલેષ ખંભલા તરીકે થઈ છે, જે ભાવનગરમાં સહાયક વન સંરક્ષણ અધિકારી તરીકે તૈનાત છે. ખંભલાએ 7 નવેમ્બરના રોજ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમની પત્ની નયના (42), 13 વર્ષની પુત્રી અને નવ વર્ષના પુત્રના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેએ જણાવ્યું હતું કે ખંભલાના પરિવારના સભ્યો સુરતમાં રહેતા હતા અને શાળાની રજાઓ માટે ભાવનગર આવ્યા હતા અને તેમની સાથે સરકારી ક્વાર્ટરમાં રહેતા હતા. શૈલેષ ખાંભલાએ 7 નવેમ્બરે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરી હતી. પરંતુ, 10 દિવસ બાદ ભાવનગરમાં આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડો કરી દાટી દીધા હતા.આ સંદર્ભે પોલીસે તપાસ કરતા શૈલેષ ખાંભલાએ જ પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી ક્વાર્ટરના પાછળના ભાગમાં હત્યા કરી દાટી દીધા હોવાનો ખુલાસો થયો છે. આ મામલે ભરતનગર પોલીસ દ્વારા પરિવારના ત્રણ સભ્યોની હત્યા અંગે શૈલેષ ખાંભલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ખેતરમાંથી મળ્યા ત્રણ મૃતદેહ
ફોરેસ્ટ વિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા તળાજા રોડ પર કાચના મંદિર પાસે આવેલી ફોરેસ્ટ કોલોનીમાં પોતાને ફાળવાયેલા ક્વાર્ટરમાં રહેતા હતા. જ્યારે તેના પત્ની નયનાબેન, પુત્રી પૃથા અને પુત્ર ભવ્ય સુરતમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. દિવાળી વેકેશન હોય નયનાબેન બંને સંતાનોને લઈ ભાવનગર પતિ શૈલેષ પાસે આવ્યા હતા. 5મી નવેમ્બરે નયનાબેન અને બંને સંતાનો સુરત જવા નીકળ્યા હતા. પરંતુ, સુરત ન પહોંચતા શૈલેષ ખાંભલા દ્વારા જ ભાવનગર પોલીસને ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. પોલીસને 15મી નવેમ્બરે એક બાતમી મળી હતી કે, જે ત્રણ લોકો ગુમ થયા છે તેના બંગલાની નજીક જ થોડા દિવસ પહેલા શંકાસ્પદ રીતે ખાડો ખોદવામાં આવ્યો હતો અને બાદમાં પૂરી દેવામાં આવ્યો છે. સવાર પડતા જ પોલીસ જેસીબી, ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ભાવનગર પોલીસે ખોદકામ કરતા ત્રણેયના કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. જે નયનાબેન, પૃથા અને ભવ્યના હોવાની પરિવારજનોએ ઓળખ કરી હતી. જે ત્રણ લોકો ગુમ હતા તેઓના તેના ઘરની નજીકથી જ દાટેલી હાલતમાં મૃતદેહો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે ACF શૈલેષ ખાંભલા તળાજાને આરોપી માનીને વધુ તપાસ હાથ ધરી છે.