1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 5 મે 2025 (10:11 IST)

રાજકોટમાં હિટ એંડ રન અકસ્માતમાં સાસુ-વહુનુ મોત, પોલીસે ફરિયાદ નહી નોંધતા પરિજનોનો હંગામો

Accident
રાજકોટમાં એક હિટ એંડ રનની ઘટનામા  ટ્રકે ટુ-વ્હીલરને અડફેટે લેતાં 2ના મોત નીપજ્યા છે, જ્યારે બેને ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ભાગી ગયો હતો, પરંતુ ગણતરીના કલાકોમાં પોલીસે ટ્રકચાલકની અટકાયત કરી લીધી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.  આ ગોઝારા અકસ્માતમાં ટુ-વ્હીલર પર જતા ગોંડલના જ્યોતિ બેન મનોજભાઈ બાવનીયા અને પુત્રવધૂ જાહ્નવી બેન બાવનીયાનુ કરુણ મોત થયુ છે. 
 
સૂત્રોમાંથી તરફથી મળતી માહિતી મુજબ  રાત્રીના 1:00 વાગ્યા આસપાસ 5 મે 2025 ના રોજ મનોજભાઈ બાવનીયા તેમજ તેમનો પુત્ર વ્યોમ બાવનીયા પોત પોતાની પત્ની સાથે ટુ-વ્હીલર ઉપર રાજકોટ ખાતેથી ગોંડલ પર જઈ રહ્યા હતા. જે દરમિયાન ટ્રક ચાલક દ્વારા રાજકોટ ગોંડલ હાઇવે ઉપર આવેલી કોરાટ ચોકડી પાસે પિતા પુત્રને તેમની પત્નીઓ સાથે અડફેટે લેવામાં આવતા 49 વર્ષીય જ્યોતિબેન બાવનીયા તેમજ તેમની 23 વર્ષીય પુત્રવધુ જાનવી બાવનીયાનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. 
 
આ અંગે રઘુવીરભાઈ નિરંજનીએ જણાવ્યું કે, મારા સાઢુભાઈના ઘરે જનોઈ પ્રસંગ હતો. પ્રસંગ પૂર્ણ કરી મારા બીજા નંબરના સાઢુભાઈ જે ગોંડલ રહે છે તે ગોંડલ જવા માટે નીકળ્યા હતા. ગોંડલ હાઇવે પર કોરાટ ચોક પાસે ટ્રાફિક હોવાથી સાઈડમાં હતા, ત્યારે પાછળથી એક ટ્રક આવી હતી, જે બન્નેને કચડીને જતી રહી હતી. સમગ્ર મામલે અમારા દ્વારા શાપર વેરાવળ પોલીસને હિટ એન્ડ રનની ફરિયાદ નોંધવા બાબતે જણાવવામાં આવ્યું કે પોલીસ દ્વારા અમારી હિટ એન્ડ રન બાબતની ફરિયાદ નોંધવામાં નથી આવી રહી અમારી રજૂઆત સાંભળી નથી રહી. પોલીસ હિટ એન્ડ રનની ફરિયાદ નહિ નોંધે તો અમે મૃતદેહ નહિ સ્વીકારીએ. જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવા જવાના છીએ. જો ત્યાં પણ અમને કોઈ નહિ સાંભળે તો અમે તેમની ઓફિસ બહાર ઉપવાસ પર બેસી જશું.