Smriti Mandhana weds Palash Muchhal: ભારતીય ઉપ-કપ્તાન સ્મૃતિ મંઘાનાના લગ્નની તૈયારીઓ શરૂ, સ્મૃતિએ પોતે ખૂબ જ સ્ટાઈલથી પોસ્ટ કર્યો વીડિયો
તાજેતરમાં જ વર્લ્ડ કપ વિજેતા ભારતીય મહિલા ટીમની ઉપ-કપ્તાન સ્મૃતિ મંધાના (Smriti Mandhana) એ બોયફ્રેન્ડ અને પ્રખ્યાત સંગીતકાર પલાશ મુચ્છલ સાથે તેના લગ્નની શરૂઆત સ્ટાઇલિશ રીતે કરી. સ્મૃતિએ ઇન્સ્ટાગ્રામ પર પ્રારંભિક સમારોહનો એક વીડિયો "મુન્ના ભાઈ" શૈલીમાં પોસ્ટ કર્યો, જેમાં મંધાનાએ તેની સગાઈની વીંટી બતાવી હતી. ટીમના સાથી જેમીમા રોડ્રિગ્ઝ, રાધા યાદવ અને અન્ય ખેલાડીઓએ પણ કુશળ કલાકારોની જેમ વિડિઓમાં યોગદાન આપ્યું. જો કે, ઘણા ફેંસ સ્મૃતિના ભાવિ પતિ, સંગીતકાર પલાશ મુચ્છલ વિશે વધુ જાણવા માટે ઉત્સુક છે. આનું કારણ એ છે કે પલાશ સ્મૃતિ જેટલો જાણીતો નથી, પરંતુ તેણે ઘણા વર્ષો પહેલા એક હિટ ગીતથી ફેંસમાં લોકપ્રિયતા મેળવી હતી.
પહેલા જ ફિલ્મ દ્વારા જ લોકોની નજરે ચઢ્યા પલાશ
પલાશની પહેલી ફિલ્મ ઢિશ્કિયા હતી, જે વર્ષ 2014 માં આવી હતી તો તેમણે ભૂતનાથ રિટંર્સ માં પણ મ્યુઝિક આપ્યુ હતુ અને આ બંનેની ફિલ્મોમા તેમનુ ગીત ખૂબ હિટ થયુ. ભૂતનાથ રિટર્ંસ ની પાર્ટી તો બનતી હૈ અને ઢિશ્કિયાનુ ગીત તૂ હી હૈ આશિકી દ્વારા પલાશે બોલીવુડમાં સારુ પ્રદર્શન કર્યુ.
એક્ટિંગ પણ કરી ચુક્યા છે પલાશ
પલાશ અભિષેક બચ્ચનના લીડ રોલ વાળી ફિલ્મ ખેલે હમ જી જાન સે માં એક્ટિંગ કરી ચુક્યા છે. જેમા તેમણે ઝુનકૂ કેરેક્ટરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને લગાન ફિલ્મના જાણીતા ડાયરેક્ટર આશુતોષ ગોવારીકરે નિર્દેશિત કરી હતી. આ પલાશની એકમાત્ર એવી મૂવી હતી, જેમા તેમણે એક અભિનેતાના રૂપમાં કામ કર્યુ. જ્યારે તેમણે એક મ્યુજિશિયન સફળતા મળી તો પછી તેમણે સંમ્પૂર્ણ રીતે આની પર જ ધ્યાન કેન્દ્રિત કર્યુ.
આટલી નેટવર્થ
જુદા જુદા સ્ત્રોતો મુજબ 30 વર્ષના પલાશ મુચ્છાલની કુલ નેટવર્થ લગભગ 25 કરોડ રૂપિયા છે. ફિલ્મો ઉપરાંત તે શો દ્વારા પણ કમાણી કરે છે. પલાશે ગયા મહિને જ પોતાના ગૃહનગર ઈન્દોરમાં એક કાર્યક્રમમાં એક પ્રશ્નના જવાબમાં કહ્યુ હતુ કે સ્મૃતિ જલ્દી જ ઈન્દોરની વહુ બનશે અને હવે થોડા દિવસોમા 23 નવેમ્બરના રોજ પલાશ પોતાના વચનને પાળવા જઈ રહ્યો છે.