શનિવાર, 7 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ગુજરાતી ગરબા આરતી
Written By
Last Updated : શુક્રવાર, 13 ઑક્ટોબર 2023 (16:25 IST)

ગરબા - કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ

vadodara garba
કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આવ
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
--કુમકુમ કેરા પગલે
 
હે મા બિરદાળી રે હે મા પાવાવાળી રે [2]
કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
--કુમકુમ કેરા પગલે
 
ચાલો સહિયર જઈએ ચાચર ચોકમાં રે લોલ
દિવડો પ્રગટાવી માને ગોખલે રે લોલ
આરાસુરી માત આવ્યા આંગણે રે લોલ
સામૈયું તે માનું કરીએ દોડીને રે લોલ
જય ભવાની જય ભવાની બોલીયે રે લોલ
વ્હાલના વાદળમાંથી તું પ્રેમ સદા વરસાવ
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
હે મા બિરદાળી રે હે મા પાવાવાળી રે
-- કુમકુમ કેરા પગલે
 
ઢમ ઢમ ઢોલીડા તાલ દેજો રે લોલ
ઘુમી ઘુમી ગરબો સૌએ લેજો રે લોલ
સાથિયા પૂરાવો સૌએ આંગણે રે લોલ
અતવારી તે માની વાગે શોભતી રે લોલ
જય ભવાની જય ભવાની બોલીએ રે લોલ
પગના આંગણિયામાં આવી મંદિર તું સરજાવ
હે મા બિરદાળી રે હે મા પાવાવાળી રે [2]
કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ