રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By

નવરાત્રિ : ક્યાં દિવસે શું દાન કરશો ?

નવરાત્ર પ્રારંભ થઈ ગયાં  છે . આવો જાણીએ કન્યા પૂજન પર દરરોજ શું -શું ભેટ આપવી જોઈએ . 
કન્યા પૂજનમાં ત્રણથી લઈને નવ વર્ષની કન્યાઓનું જ પૂજન કરવુ જોઈએ. આનાથી વધુ કે ઓછી વયની કન્યાઓની પૂજા કરવી વર્જિત છે. તમારી સગવડ મુજબ નવ દિવસ સુધી અથવા નવરાત્રિના અંતિમ દિવસે કન્યાઓને ભોજન માટે આમંત્રિત કરો. કન્યાઓને આસન પર એક પંક્તિમાં બેસાડો. ૐ કુમાર્યે નમ: મંત્ર દ્વારા કન્યાઓનુ વિધિવિધાન પૂર્વક પૂજન કરો. ત્યારબાદ તેમની રૂચિ મુજબનું ભોજન કરાવો.
 
1. ધર્મ-કર્મ સાથે  સંકળાયેલા વિશેષજ્ઞનું  માનવુ  છે કે પહેલા દિવસે પુષ્પ દાન કરવું શુભ હોય છે. 
બીજા દિવસે- દાન માટે ફળ પસંદ કરવા. યાદ રાખો કે ફળ તાજા અને મીઠા હોવા જોઈએ. 
ત્રીજા દિવસે- મિઠાઈનું  દાન કરવું. ખીર, શીરો વગેરે વ્યંજનને પણ શામેલ  કરી શકાય છે. 
નવરાત્રના ચૌથા દિવસે વસ્ત્રદાન કરવુ  જોઈએ. તમારા સામર્થ્ય મુજબ વસ્ત્રોનું  દાન કરવું જોઈએ. 
પાંચમા  દિવસે શ્રૃંગાર સામગ્રી આપવી શુભ હોય છે.  બિંદિ, મેંહદી  કાજળ વગેરેના દાનનું આ દિવસે ખાસ મહત્વ છે. 
નવરાત્રના છઠ્ઠા દિવસે દૂધથી બનેલા પદાર્થ અર્પણ કરી શકાય છે. 
 
સાતમા દિવસે સરસ્વતીની કૃપા મેળવવા માટે પેન , સ્કેચ પેન , પેંસિલ વગેરે દાન કરવા જોઈએ. 
આઠમા દિવસે કુમકુમ ચોખા અને શ્રૃંગર સામગ્રી દાન કરવી જોઈએ. 



નવમાં દિવસે કન્યાઓને ખીર પૂરી ખવડાવો અને ભોજ્ય પદાર્થ દાન કરો.