શુક્રવાર, 1 ઑગસ્ટ 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. રામ નવમી
Written By
Last Updated : બુધવાર, 5 એપ્રિલ 2017 (11:08 IST)

રામનવમી પૂજા મૂહૂર્ત અને પૂજન અને વિધિ

Ram navmi pooja and muhurat
ચૈત્ર માસની પ્રતિપદાથી લઈને નવમી સુધી નવરાત્રિ ઉજવવામાં આવે છે. ચૈત્ર માસની નવમી તિથિના રોજ શ્રીરામ નવમીના રૂપમાં ઉજવાય છે. આ વર્ષે રામનવમી 5 એપ્રિલના રોજ આવી રહી છે. આ દિવસે શુભ મુહુર્ત આ પ્રકારનું છે. 
 
શુભ મુહૂર્ત -  11:09:22 થી 13:39:46 સુધી 
 
રામનવમી મધ્યાહ્ન સમય :12:24:34 
 
આ દિવસે શ્રીરામની પૂજા-અર્ચના કરવાથી વિશેષ લાભ થાય છે. રામનવમીની પૂજા વિધિ કંઈક આ પ્રકારની છે. 
 
1. સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરીને પૂજા સ્થળ પર પૂજન સામગ્રી સાથે બેસો 
2. પૂજામાં તુલસી પાન અને કમળનું ફૂલ જરૂર હોવુ જોઈએ. રામલીલાની મૂર્તિને હાર-ફૂલથી સુસજ્જિત કરી પારણાંમાં ઝુલાવવા જોઈએ. 
3. ત્યારબાદ શ્રીરામ નવમીની પૂજા ષોડશોપચાર કરો. રામાયણનો પાઠ અને રામરક્ષા સ્ત્રોતનો પણ પાઠ કરો. 
4. ખીર અને ફળ-મૂળને પ્રસાદના રૂપમાં તૈયાર કરો. 
5. પૂજા પછી ઘરની સૌથી નાની બાલિકા બધા લોકોને લલાટ પર કંકુનુ તિલક લગાવો.