Festival Posters
✕

બેન સ્ટોક્સ અને ગુસ એટકિન્સનને નાઈટ કલબ વિવાદ બાદ સ્કવોડમાંથી કર્યા બહાર, જો રૂટ રહેશે કપ્તાન

Updated: ગુરુવાર, 11 જૂન 2026 (00:56 IST)
ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ માટે ટીમની જાહેરાત કરવાની સાથે કેટલાક મોટા ફેરફારોની જાહેરાત કરી છે, જે 17 જૂનથી લંડનના કેનિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાશે. ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમના વર્તમાન કેપ્ટન બેન સ્ટોક્સ અને પ્રથમ મેચમાં શાનદાર બોલિંગ કરનારા ફાસ્ટ બોલર ગુસ એટકિન્સનને પ્રથમ મેચ પછી થયેલા નાઇટક્લબ વિવાદ બાદ ECB દ્વારા આ મેચમાંથી બહાર કરવામાં આવ્યા છે. ECBએ બીજી ટેસ્ટ માટે કાર્યકારી કેપ્ટન તરીકે ટીમના અનુભવી ખેલાડી જો રૂટને આ જવાબદારી સોંપી છે.

ALSO READ: જમાઈને સરપ્રાઈઝમાં સોનાની વીંટી આપવાની હતી, પરંતુ બિલાડીએ ગળી લીધી; મળત્યાગ વખતે પણ બહાર ન આવી

નાઈટક્લબમાં થયેલી મારામારીની તપાસ કરી રહ્યું છે ECB 

7 જૂનના રોજ લોર્ડ્સ ટેસ્ટ મેચ વહેલી સમાપ્ત થયા પછી ચેલ્સીના નાઈટક્લબમાં થયેલી મારામારીની તપાસ ECB કરી રહ્યું છે. આ ઘટનાએ એવી અટકળોને વેગ આપ્યો છે કે સ્ટોક્સની કેપ્ટનશિપ, સાથે તેનું સમગ્ર કરિયર પર ફૂલસ્ટોપ લાગી શકે છે.  ECB એ સ્પષ્ટતા કરી છે કે આ મામલો ટીમ શિસ્ત અને કર્ફ્યુ ઉલ્લંઘનનો છે, અને તમામ બાબતોની તપાસ પછી જ નિર્ણય લેવામાં આવશે.
 

જોફ્રા આર્ચર પરત ફર્યા, જોર્ડન કોક્સનો સમાવેશ

ઇંગ્લેન્ડે 17 જૂનથી ઓવલ ખાતે શરૂ થનારી ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ માટે બેન સ્ટોક્સ અને ગુસ એટકિન્સનને તેમની ટીમમાંથી બહાર કરી દીધા છે, જ્યારે ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને જોર્ડન કોક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આર્ચર 11 જૂને ઈંગ્લેન્ડ પરત ફરશે, જે એશિઝ શ્રેણી પછી તેનો પ્રથમ ટેસ્ટ દેખાવ છે. જો કે, હજુ સુધી સ્પષ્ટ નથી કે તે આ મેચમાં રમશે કે નહીં, કારણ કે તેના વર્કલોડને પણ ધ્યાનમાં લેવામાં આવશે. જો રૂટ, જેમણે અગાઉ લાંબા સમય સુધી કેપ્ટનશીપ સંભાળી છે, તેમણે 2017 થી 2024 સુધી રેકોર્ડ 64 ટેસ્ટ મેચોમાં ઇંગ્લેન્ડનું નેતૃત્વ કર્યું છે.
ALSO READ: 10 લાખથી ઓછા બજેટમાં સૌથી વધુ માઇલેજ ધરાવતી શ્રેષ્ઠ કાર: ટોચના પેટ્રોલ અને CNG વિકલ્પો

ન્યુઝીલેન્ડ સામે ઓવલ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ:

જો રૂટ (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, સોની બેકર, શોએબ બશીર, જેકબ બેથેલ, હેરી બ્રુક, જોર્ડન કોક્સ, બેન ડકેટ, મેથ્યુ ફિશર, એમિલિયો ગે, જેમ્સ ર્યુ, ઓલી રોબિન્સન, જેમી સ્મિથ (વિકેટકીપર), જોશ ટંગ.
 
About Author
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... Read More

વધુ જુઓ..

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

આગળનો લેખ
Show comments