IND vs ENG: દેખ લે નહી તો ફિર બોલેગા ધ્યાન નહી થા... જડેજાએ ચાલુ મેચમાં કેએલ ને કેમ આવુ કહ્યુ ?
IND vs ENG, 3rd Test: ભારત અને ઈગ્લેંડ વચ્ચે લોર્ડ્સમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાય રહી છે. પહેલ દિવસે ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઈગ્લેંડની ટીમ 4 વિકેટ પર 251 રન બનાવી લીધા છે. જો રૂટ 99 અને કેપ્ટન બેન સ્ટોક્સ 39 રન પર અણનમ છે. ભારત તરફથી બોલિંગ કરતા, નીતિશ કુમાર રેડ્ડીએ ઇંગ્લેન્ડના ઓપનર જેક ક્રોલી અને બેન ડકેટને એક જ ઓવરમાં પેવેલિયન મોકલ્યા. બુમરાહે હેરી બ્રુકને આઉટ કર્યો જ્યારે રવિન્દ્ર જાડેજાએ ઓલી પોપની વિકેટ લીધી. એકંદરે, પ્રથમ દિવસ ઇંગ્લેન્ડના બેટ્સમેનોનો રહ્યો. જોકે, ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડને ઝડપથી રન બનાવવા દીધા નહીં.
જાડેજાને યાદ આવી KL ની જૂની ભૂલ
5 મેચની ટેસ્ટ શ્રેણીમાં, ભારતે અત્યાર સુધી બેટથી ઘણું પ્રભાવિત કર્યું છે પરંતુ ફિલ્ડિંગે ઘણા નિરાશ કર્યા છે. પ્રથમ ટેસ્ટમાં હારનું એક મુખ્ય કારણ ખરાબ ફિલ્ડિંગ હતું. ટીમ ઇન્ડિયાએ એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ જીતી હશે પરંતુ ભારતીય ફિલ્ડરે 2 કેચ છોડ્યા હતા. આમાંથી એક કેચ કેએલ રાહુલે છોડ્યો હતો. કેએલ રાહુલે જાડેજાના બોલ પર બ્રાઇડન કાર્સનો ઈઝી કેચ છોડી દીધો હતો. જાડેજા અત્યાર સુધી કેએલની આ ભૂલ ભૂલી શક્યો નથી અને જ્યારે કેએલ રાહુલ ફરી એકવાર લોર્ડ્સમાં ફિલ્ડિંગમાં થોડો ઢીલો દેખાયો, ત્યારે બાપુએ તેના સાથી ખેલાડીને ટોકવાની તક જવા દીધી નહીં.
કેએલને ફરીથી સાંભળવું પડ્યું
ઉલ્લેખનીય છે કે લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસે ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગ દરમિયાન, જ્યારે જાડેજાને લાગ્યું કે કેએલ રાહુલ કદાચ ફરી એકવાર ફિલ્ડિંગ માટે સંપૂર્ણપણે તૈયાર નથી, ત્યારે તેણે તરત જ તેને ટોક્યો અને કહ્યું - કેએલ, દેખ લે નહી તો બોલેગા ધ્યાન નહી થા. આ દરમિયાન, જાડેજાનો અવાજ સ્ટમ્પ માઈકમાં કેદ થઈ ગયો. તમને જણાવી દઈએ કે, કેએલ ઈંગ્લેન્ડ પ્રવાસ પર બેટ્સમેન તરીકે ટીમ ઈન્ડિયાનો ભાગ છે. ઋષભ પંત વિકેટકીપિંગની જવાબદારી સંભાળી રહ્યો છે. કેએલ ઈંગ્લેન્ડ પ્રવાસ પર અત્યાર સુધી 2 મેચમાં એક સદીની મદદથી 236 રન બનાવ્યા છે. તે લોર્ડ્સમાં આ પ્રદર્શન જાળવી રાખવા માંગશે. ઉપરાંત, તે તેની ફિલ્ડિંગમાં સુધારો કરવા માંગશે.