Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીમાં લક્ષ્મીની તમારી રાશિ અનુસાર પૂજા કરો અને લાભ મેળવો

Updated: બુધવાર, 18 ઑક્ટોબર 2017 (16:37 IST)
 
મેષ અને વૃશ્ચિક રાશિ : આ બંને રાશિના દેવ મંગળ છે. મંગળની દેવી માતા ભુવનેશ્વરીની પૂજા અર્ચના કરવાથી યોગ્ય ફળ મળે છે. લક્ષ્મીને લાલ ગુલાબ તેમજ બેસનના લાડુ અર્પણ કરો. સિદ્ધિ યંત્રનું રોજ પૂજન કરવાથી યોગ્ય ફળ મળે છે.

વૃષભ તથા તુલા રાશિ : આ બે રાશિના સ્વામી છે શુક્રદેવ. આ રાશિના જાતકોએ ઉત્તમ ફળ આપનારી મા માતંગીની આરાધના કરવી ફળદાયક રહેશે. આ રાશિના જાતકોએ સવારે નિત્યકાર્યોથી પરવારીને માતા માતંગીને બાજટ પર વિરાજમાન કરાવીને તેમની જળ, અત્તર અને મોગરાના ફૂલથી પૂજન કરવુ. આ રાશિના જાતકો માટે ભાગ્યવૃદ્ધિ યંત્રની પૂજા કરવી લાભકારી છે. પ્રસાદના રૂપમાં માતાને ચોખાનો લાડુ અર્પણ કરો.

મિથુન અને કન્યા રાશિ : મિથુન અને કન્યા રાશિના જાતકોએ મા ભૈરવીની પૂજા અર્ચના કરવી જોઈએ. આ માટે તેમણે દિવાળીના દિવસે શુભ સમયમાં માતાની ફુલ, ગુલાબ અને સુગંધ વડે વિધિસર પૂજા કરવી. માતાને કેવડો ચઢાવવાથી વિશેષ લાભ મળશે. પ્રસાદના રૂપમાં માતાને ધાણી અને પતાશા ચઢાવો. આ રાશિના લોકો માટે સિદ્ધિ યંત્રની પૂજા કરવી ફાયદાકારક છે.


કર્ક રાશિ અને સિહં રાશિ - કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે. આ રાશિના લોકોએ દુર્ગાદેવીની આરાધના કરવી જોઈએ. માતા દુર્ગાને સફેદ ફુલ અને ખીર ચઢાવીને દુર્ગા પાઠ કરવા જોઈએ. બની શકે તો એક કન્યાને ભોજન કરાવીને તેને અભ્યાસની કોઈ સામગ્રી ભેટ રૂપે આપવાથી માતા તમારા જીવનના તમામ દોષ દૂર કરશે. 

સિંહ રાશિના જાતકોનો સ્વામી સૂર્ય છે. તેથી તેમણે દિવાળીના દિવસે લાલ વસ્ત્રો ધારણ કરીને માતા ભાગવતીની આરાધના કરવી. માતાની કમળ પુષ્પથી પૂજા કરવી.

ધન અને મીન રાશિના જાતકો - આ રાશિના લોકોનો સ્વામી ગુરૂ છે. આ રાશિના જાતકોએ દિવાળીના દિવસે ચોખા, હળદર, કંકુનો ઉપયોગ કરી, બગલામુખી માતાની આરાધના કરવી. બગલામુખીને સફેદ પુષ્પ અને કોઈપણ સફેદ પ્રસાદ અર્પણ કરો.

મકર અને કુંભ રાશિ - આ રાશિના જાતકોનો સ્વામી શનિ છે, શનિ ગ્રહની શાંતિ માટે મહાકાળીની પૂજા કરવી શુભ ફળદાયક હોય છે. મહાકાળીને ચમેલીના ફુલ અને કોઈ પણ મીઠાઈ અર્પિત કરીને તેમની પૂજા અર્ચના કરવી.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

Dengu ના તાવમાં બકરીનુ દૂધ વધારે છે પ્લેટલેટ્સ ? ઉપાય અજમાવતા પહેલા જાણી લો

ચોમાસામાં ચોખાને આ રીતે રાખો સુરક્ષિત, નહી પડે જીવાણુ

રોઝ કોકોનટ બરફી રેસીપી

ગર્ભાવસ્થાના 1થી 9 મહિના: કયા મહિનામાં બાળકનો કેટલો વિકાસ થાય છે અને શું ખાવું?

હાઈ બીપીના દર્દીઓએ ન કરવું જોઈએ આ પ્રકારના બ્રેકફાસ્ટનું સેવન, જાણો વિશેષજ્ઞ મુંજબ હેલ્ધી ઓપ્શન

વધુ જુઓ..

Raksha Bandhan 2026 Date: 27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન ? જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 ઓગસ્ટ 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -19 ઓગસ્ટ 2026

Happy Sheetla Saptami Wishes in Gujarati - શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ

Sawan Putrada Ekadashi Kyare Che 2026: 23 અને 24 ઓગસ્ટ બે દિવસ શ્રાવણ પુત્રદા એકાદશી, જાણો યોગ્ય તારીખ, મુહૂર્ત અને પારણાનો સમય

આગળનો લેખ
Show comments