મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By

તોરણ લગાવો સમૃધ્ધિ મેળવો

તહેવાર વખતે ઘરના શણગારનું એક અલગ જ મહત્વ હોય છે. ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજાની સજાવટ. આને શણગારવા માટે તોરણ ખુબ જ લાગે છે. જુના જમાનામાં એવું માનવામાં આવતુ હતું કે ઘરનો મુખ્ય દ્વાર જો સુંદર હોય તો તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે, એટલા માટે ઘરની મહિલાઓ ઘર આંગણે રંગોળી પુરતી હતી અને દરવાજાને તોરણ વડે શણગારતી હતી.

સમયની સાથે સાથે તોરણે પણ પોતાનું સ્વરૂપ બદલી દિધું છે. આની સુંદરતા પહેલા કરતાં પણ વધારે ભવ્ય થઈ ગઈ છે. એક સમય હતો જ્યારે મહિલાઓ ઘરના મુખ્ય દ્વારને શણગારવા માટે ગલગોટાના ફુલ અને આંબાના પાનનો ઉપયોગ કરતી હતી. દિવાલ પર રંગ રોગાણ પણ જાતે જ કરતી હતી. આ વિશે વાસ્તુવિદ ડો. આનંદ ભારદ્વાજનું કહેવું છે કે, તોરણનું મહત્વ એટલા માટે વધી જાય છે કેમકે તે સકારાત્મક ઉર્જાથી ભરપુર હોય છે અને તહેવારના પ્રસંગે ઉર્જામાં વધારે વૃદ્ધિ કરે છે. જેનાથી તે ફક્ત તમને જ નહિ પરંતુ તમારા ઘરમાં આવનારને પણ સકારાત્મક ઉર્જાથી ભરી દે છે.

બજારમાં દરેક પ્રકારના તોરણ હાજર છે. જેવું મન કરે તેવું લઈ લો. પોતાના ઘરને જુના અંદાજમાં શણગારવા માંગતા હોય તો માત્ર

પાંદડાવાળા તોરણ પણ મળે છે. આવા પ્રકારના તોરણમાં થોડોક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે તેમાં ફૂલની જગ્યાએ ફળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય સાટન અને ઑરગંજો વડે ફેબ્રિકથી બનેલ ફૂલોના તોરણો પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યાં છે. આનુ કારણ તે છે કે આને સાચવવા માટે વધારે મહેનતની જરૂરત નથી પડતી. તેને ધોઈને તમે આવતી દિવાળીમાં પણ લગાવી શકો છો. આ સિવાય મોતીઓ, સીપી, કાચ વગેરેથી બનાવેલ સુંદર તોરણ પણ મળે છે. સાથે સાથે કપડા પર જરદોષી વર્કના કામવાળા તોરણ પણ મળે છે.

શંખ અને બીડસના તોરણ પણ ખુબ જ સુંદર દેખાય છે. સિલ્વર અને ગોલ્ડન ઘંટડીવાળા તોરણ વધારે પસંદ કરવામાં આવે છે કેમકે આવતાં-જતાં આ માથા સાથે ટકરાવાથી સુંદર અવાજ કરે છે અને બની શકે છે કે આ મધુર અવાજને સાંભળીને લક્ષ્મી માતા તમારા ઘરમાં બિરાજે.