1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. દિવાળી ની વાનગીઓ
  4. Diwali Recipe Thick Mathiya

દિવાળીની વાનગી - જાડા મઠિયા

દિવાળીની વાનગી
સામગ્રી - મઠની દાળ 1 કિલો, અડદની દાળ 250 ગ્રામ, 200 ગ્રામ ખાંડ, થોડુ મીઠુ, અજમો બે ચમચી. હિંગ, તળવા માટે તેલ.

બનાવવાની રીત  - બંને દાળને અગાઉથી જ અજમો અને હીંગ અને તલ નાખીને દળાવી લો. એજ તપેલીમાં પાણી ગરમ કરી તેમાં ખાંડ અને મીઠુ નાખો જેથી ખાંડ ઓગળી જાય. હવે તેને ઠંડુ થવા દો. હવે લોટને આ પાણીથી કઠણ બાંધી લો. આ લોટને ત્યાં સુધી ખાંડો જ્યાં સુધી તે નરમ ન પડે. આ લોટની એક સરખા લુઆં બનાવી થોડાં જાડા અને પૂરી જેટલી સાઈઝમાં વણી લો. હવે આને તેલમાં તળી લો. લો તૈયાર છે સ્વાદિષ્ટ મઠિયાં.
આગળનો લેખ
શુ આપ જાણો છો 'કોઈ મિલ ગયા'નો જાદુ કોણ હતો ?