રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

વેજીટેબલ ગાર્લિક ફ્રાઈડ રાઈસ

જો તમને ભૂખ લાગી છે અને તમે કંઈક ઈંસ્ટૈટ બનાવવા માંગો છો તો તમારે માટે છે આ સ્વાદિષ્ટ વેજીટેબલ ગાર્લિક ફ્રાઈડ રાઈસ. 
સામગ્રી - બે ગાજર (ટુકડામાં સમારેલી) 
લસણની 15-20 કળી (ઝીણી સમારેલી) 
કોબીજ 50 ગ્રામ (ઝીણી સમારેલી) 
અડધુ શિમલા મરચુ (ટુકડામાં કાપેલુ) 
એક ચોથાઈ ચમચી વિનેગર 
એક વાડકી બાફેલા ચોખા કે ભાત 
એક મોટી ચમચી તેલ 
મીઠુ સ્વાદમુજબ 
 
બનાવવાની રીત - 
 
- સૌ પહેલા મીડિયમ તાપ પર એક પૈનમાં તેલ ગરમ કરવા માટે મુકો. 
- તેલ ગરમ થતા જ લસણ ગાજર કોબીજ અને શિમલા મરચુ નાખીને કડછીથી ચલાવતા સેકો. 
- શાકભાજીઓએ થોડી બફાય કે તેમા ભાત સારી રીતે મિક્સ કરીને મીઠુ ઉમેરો. 
- થોડુ વિનેગર નાખીને સારી રીતે મિક્સ કરી લો અને બે મિનિટ પછી તાપ બંધ કરી દો. 
- તૈયાર છે વેજીટેબલ ગાર્લિક ફ્રાઈડ રાઈસ.  આ અથાણા કે રાયતા સાથે ગરમાગરમ સર્વ કરો.