રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

રેસીપી - ઘરે જ બનાવો ગાર્લિક બ્રેડ

રેસ્ટોરેંટ જાવ અને જમવામાં ગાર્લિક બ્રેડ ઓર્ડર ન કરો એવુ થઈ જ શકતુ નથી.  તમે પણ બહારની બનેલી ગાર્લિક બ્રેડ ખાધી હશે. આજે અમે તમને ઘરે જ તેને બનાવવાની સહેલી રીત બતાવવા જઈ રહ્યા છીએ. એ પણ તવા પર.. 
સામગ્રી - 3-4 સ્લાઈસ બ્રેડ,  4 મોટી ચમચી માખણ, 3 મોટી ચમચી ચીજ, 1 કપ દૂધ, 1 નાની ચમચી ઓરિગેનો. એક નાની ચમચી ચિલી ફ્લેક્સ, 2 ચમચી લસણનો પેસ્ટ, સ્વાદમુજબ મીઠુ, કાળા મરીનો પાવડર, 1 વાડકી શાક(શિમલા મરચુ, ફ્લાવર, ડુંગલી ઝીણી સમારેલી), 1 મોટી ચમચી લોટ. તળવા માટે તેલ. 
 

આગળ જાણો કેવી રીતે બનાવશો ગાર્લિક બ્રેડ 

બનાવવાની રીત - સૌ પહેલા એક કડાહીમાં 2 ચમચી માખણ નાખો અને માખણ પીગળ્યા પછી લોટ નાખીને સોનેરી થતા સુધી સેકો.  લોટમાં જ્યારે પરપોટા નીકળે ત્યારે તેમા સમારેલી શાકભાજીઓ નાખો અને સારી રીતે મિક્સ કરો. હવે તેમા મીઠુ, કાળા મરી નાખીને 3 મિનિટ સુધી થવા દો અને ગેસ બંધ કરી દો. 
 
- હવે બ્રેડની સ્લાઈસ પર ચમચીથી માખણ, લસણનું પેસ્ટ તૈયાર કરેલુ મિશ્રણ, ચિલી ફ્લેક્સ, કાળા મરી, ઑરિગેનો અને પનીરને ઉપરથી છાંટી દો.  ત્યારબાદ ધીમા તાપમાં તવા પર તેલ લગાવો અને બ્રેડ સ્લાઈસ મુકો. તેને ઉપરથી 2 મિનિટ માટે ઢાંકીને મુકી દો. 2 મિનિટ પછી પ્લેટમાં ચીઝ ગાર્લિક બ્રેડ કાઢીને સોસ સાથે સર્વ કરો.