Bol chauth 2025 - બોળ ચોથ ક્યારે છે? જાણો પૂજા વિધિ
બોળ ચોથ શ્રાવણ વદ 4ના દિવસે ઉજવવામાં આવે છે. બહુલા ચતુર્થી ૧૨ ઓગસ્ટ, મંગળવારે આવશે. તે ૧૨ ઓગસ્ટના રોજ આવે છે, જે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ દરમિયાન ચતુર્થી તિથિ છે.
બોળચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે. ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘુઘરી ખવડાવવામાં આવે છે, બોળિયો એટલે વાછડો તે પરથી 'બોળ ચોથ' નામ પડ્યું છે
બોળચોથ પછીના દિવસે નાગપાંચમ આવે, તે પછી રાંધણછઠ્ઠ, શીતળાસાતમ, જન્માષ્ટમી અને નોમના પારણા, આ સમગ્ર તહેવારની શરૂઆત બોળચોથથી થાય છે. વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનો મેળો ભરાય છે
Bol Choth Katha - બોળચોથ કથા અને પૂજા વિધિ