બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

ચોમાસામાં નાસ્તામાં સર્વ કરો ગરમા ગરમ આલુ-મટર ટિક્કી

aloo matar tikki
ચોમાસાની ઋતુમાં લીલી ચટણી સાથે ટિક્કી ખાવાની મજા જ અનોખી છે. જો તમે પણ આ ઋતુમાં ટિકિયા ખાવા માંગો છો તો તમે ઘરે જ આલુ મટર ટિકિયા બનાવીને લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.  આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને જલ્દી તૈયાર થઈ જશે.  તો ચાલો જાણીએ ઘરે જ આલુ મટર ટિકિયા બનાવવાની રેસીપી 
 
સામગ્રી - બાફેલા બટાકા 4 
લીલા ધાણા ઝીણા સમારેલા - 2 ચમચી 
લીલા મરચા - 1 ટી સ્પૂન 
મીઠું - સ્વાદમુજબ 
બાફેલા વટાણા - 1/2 કપ (મીઠુ અને ખાંડના પાણીમં ઉકાળેલા) 
તેલ - સેકવા માટે 
લીલી ચટણી - સર્વ કરવા માટે 
ટોમેટો કેચઅપ - સર્વ કરવા માટે 
 
બનાવવાની રીત - સૌ પહેલા એક બાઉલમાં 4 બાફેલા બટાકા અને 2 ટીસ્પૂન લીલા ધાણાને મિક્સ કરીને સારી રીતે મેશ કરી લો. 
2. ત્યારબાદ તેમા 1 ટી સ્પૂન લીલા મરચા અને સ્વાદમુજબ મીઠુ મિક્સ કરો અને બીજીવાર સારી રીતે મિક્સ કરી લો. 
3. આ મિશ્રણમાંથી થોડુ મિક્ચર લઈને નાની-નાની બોલ્સ બનાવો. હવે તેને હળવા હાથે દબાવીને ટિકિયાનો શેપ આપો. 
4. હવે આ ટિકિયામાં થોડા થોડા મટર દબાવીને ફરીથી બોલ બનાવી લો. ત્યારબાદ તેને હળવા હાથે દબાવીને ટિકિયાનો શેપ આપો. 
5. આ રીતે સમગ્ર મિશ્રણની ટિકિયા બનાવીને સાઈડ પર મુકી દો. 
6. હવે એક પેનમાં સાધારણ તેલ નાખો અને આ ટિકિયાને ગોલ્ડન બ્રાઉન થતા સુધી બંને બાજુથી ફ્રાય કરો. 
7. ફ્રાઈ કર્યા પછી તેને કાઢીને ઓઈલ ઓબ્સોર્બેટ પેપર પર મુકો.
8. તમારી આલુ મટર ટિકિયા બનીને તૈયાર છે. હવે આ ગરમા-ગરમ ટિકિયાને લીલી ચટણી કે કેચઅપ સાથે સર્વ કરો.