Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનારસા

સોમવાર, 20 ઑક્ટોબર 2014 (16:34 IST)

સામગ્રી  બે કપ ચોખા, બે કપ દળેલી ખાંડ, દહીં અથવા કેળુ, ખસખસ, તળવા માટે ઘી. 



બનાવવાની રીત -  ચોખાને ત્રણ દિવસ સુધી પલાળી રાખવા. ત્રીજા દિવસે ચોખાને ધોઈ સાધારણ સૂકવી લેવા. ચોખા સૂકાયા પછી તેને મિક્સરમાં ઝીણા દળીને ચાળી લેવા. ચોખાનો લોટ અને દળેલી ખાંડ બંને એકદમ લોટ જેવા દળેલા હોવા જોઈએ. હવે ખાંડ અને ચોખાના લોટને મિક્સ કરી સારી રીત મસળી તેના મોટા મોટા લાડુ વાળી મૂકી દો. જ્યારે પણ બનાવો ત્યારે એક લાડુને મસળી તેમાં પ્રમાણસર દહીં કે કેળુ મસળી તેનાથી જ સાધારણ નરમ લોટ બાંધવો. 

એક થાળી કે આડણી પર ખસખસ પાથરી તેના પર એક લૂઓ મૂકવો અને આંગળીઓ વડે તેને થાપીને ગોળ પુરી જેટલો આકાર આપી વચ્ચે કાણું પાડી દેવુ. કઢાઈમાં ઘી ગરમ કરી ધીમા તાપે ખસખસવાળો ભાગ ઉપર રહે એ રીતે આ પુરીને તળી લેવી. તૈયાર છે સ્વાદિષ્ટ કુરકુરા અનારસા. 

( જો લોટ અને ખાંડ સારી રીતે મિક્સ ન થયા હોય તો અનારસા ઘી માં નાખતા તૂટી જાય છે, તેથી ચોખાનો લોટ એકદમ ઝીણો કરવો જોઈએ)

વધુ જુઓ..

2026 ના 7 બેસ્ટ ઈલેક્ટ્રિક સ્કુટર, લાંબી રેંજ, દમદાર ફીચર્સ અને શાનદાર પરફોર્મેંસ, ખરીદતા પહેલા જુઓ આખુ List

વિયેતનામમા ભારતીય પર્યટકોને લઈ જઈ રહેલી નાવડી ડૂબી, કુલ 36 લોકો હતા સવાર, હેલ્પલાઈન નંબર જાહેર

ભારતમાં સ્કેમ અને પેપર લીક, પણ મંત્રીઓના સંતાનો કેમ જાય છે વિદેશ? સોશિયલ મીડિયા પર લોકોનો ફૂટ્યો ગુસ્સો!

સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરિ ભારતીય નૌસેનામાં સામેલ, રાજનાથ સિંહ બોલ્યા - આત્મનિર્ભર ભારતની તાકતનુ પ્રતિક

TAT-HS મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર: બોર્ડ ટૂંક સમયમાં જાહેર કરશે હોલ ટિકિટ

વધુ જુઓ..

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments