રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. દિવાળીની વાનગીઓ
Written By
Last Updated : સોમવાર, 20 ઑક્ટોબર 2014 (16:40 IST)

દિવાળી ફરસાણ - પૌઆનો ખાટોમીઠો ચેવડો

સામગ્રી- પૌઆ200 ગ્રામ ,સીંગદાણા 200 ગ્રામ ,તેલ તળવા માટે ,હળદર -1/3,ખાંડ 2 ચમચી, ટાટરી -ચણા દાણના દાણા જેટલું,કિશમિશ ,બેસનની સેવ ,
 
બનાવવાની રીત -   કઢાઈમાં તેલ ગરમ  કરો જ્યારે તેલ સારી રીતે ગરમ  થઈ જાય તો તેજ ગરમ  તેલમાં પૌઆ નાખી તળી લો. તળેલા પૌઆ  એક ચાળણીમાં કાઢી લો જેથી તેનો વધારાનું તેલ નિકળી જાય. બધા પૌઆ કાઢી લો. હવે સીંગદાણાને પણ તળી લો. 
 
ખાંડ ,મીઠું અને ટાટરી અથવા લીંબુના ફુલને મિક્સ કરી વાટીને પાઉડર કરી લો. 
 
 
કઢાઈમાં તેલ ગર્મ કરી ગરમ તેલમાં હળદર અને કઢી લીમડો  નાખી ,ધીમાં તાપે પૌઆ નાખો અને સારી રીતે પીળા કરો. એને ઠંડા થવા માટે રાખી દો. 
 
ઠંડા પૌઆમાં સીંગદાણા ,બેસનના સેવ અને કિસમિશ નાખો. હવે દળેલી ખાંડ પાવડર નાખી સારી રીતે મિક્સ કરો ખટ્ટા-મીઠા પૌઆ ચેવડો તૈયાર છે.