શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 20 ઑક્ટોબર 2014 (11:53 IST)

દિવાળી ગિફ્ટમાં સુરતની કંપનીએ પોતાના કર્મચારીઓને કાર અને ફ્લેટ આપી

શીર્ષક વાંચીને તમને કદાચ વિશ્વાસ નહી થતો હોય પણ આ સત્ય છે. દિવાળી પર કર્મચારીઓને ભેટમાં મળ્યા કાર અને ફ્લેટ. સુરતમાં એક ડાયમંડ એક્સપોર્ટ્સ કંપનીમાં કામ કરનારા કર્મચારીઓને આ દિવાળીની શાનદાર ભેટ મળી. 
 
ગુજરાતના સુરત શહેરના એક હીરા વેપારીએ પોતાના કર્મચારીઓને ભેટમાં કાર, ફ્લેટ અને હીરાના દાગીના આપ્યા.  હીરા કંપની હરેકૃષ્ણ એક્સપોટ્સએ પોતાના 491 કર્મચારીઓને ઈંસેટિવના રૂપમાં નવી ચમકતી કાર ભેટ આપી છે. 
 
ફક્ત કાર જ નહી કંપનીએ બીજા કર્મચારીઓને હીરાના દાગીન અને ઘર પણ ભેટ આપ્યા છે. કંપનીના મલિક સાવુભાઈ ઢોલકિયા મુજબ પોતાના કર્મચારીઓને દર વર્ષે તેઓ દિવાળીમાં કંઈને કંઈ ભેટ જરૂર આપે છે.  અ વખતે તેમણે 1200 કર્મચારીઓની લિસ્ટ બનાવી હતી. જેમાથી 491 લોકોને કાર, 525ને દાગીના અને 200 કર્મચારીઓને ઘર પણ ભેટમાં આપ્યા છે. 
 
સાવુભાઈનુ કહેવુ છે કે આ કારીગરોને કારણે તેમની કંપનીને મોટો લાભ થયો છે. એ જ કારણે તેમણે પોતાના કર્મચારીઓને ખુશ કરવા માટે 50  કરોડનુ બજેટ બનાવ્યુ. જેના હેઠળ બધાને ભેટ વહેંચવામાં આવી.