Webdunia - Bharat's app for daily news and videos

Install App

Day 1 Happy ganesha chaaturthi- ગણેશ ચતુર્થી પર આ રીતે કરો ગણેશ સ્થાપના

શનિવાર, 15 ઑગસ્ટ 2020 (18:27 IST)
અષ્ટસિદ્ધિ દાયક ગણપતિ 
સમૃદ્ધિ, યશ-એશ્વર્ય, વૈભવ, સંકટ નાશક, શત્રુ નાશક, રિદ્ધિ સિદ્ધિ દાયક, ઋણહર્તા, વિદ્યા-બુદ્ધિ-જ્ઞાન અને વિવેકના પ્રતીક માનવામાં આવે છે. શિવ પુરાણ મુજબ ગણેશાવતાર ભાદ્રપદના કૃષ્ણપક્ષની ચતુર્થીના દિવસે થયો હતો. શિવ-પાર્વતીએ તેમને પોતાની પરિક્રમા લગાવવાથી પ્રસન્ન થઈને સર્વપ્રથમ પૂજાવવાનો આશીર્વાદ આપ્યો હતો જે આજે પણ પ્રચલિત અને માન્ય છે અને બધા દેવી-દેવતાઓના પૂજન પહેલા તેમની પૂજા કરવામાં આવે છે.
 
આ વર્ષે તારીખ 22.08.2020ના રોજ ગણેશ ચતુર્થી મહોત્સવ છે. બાપ્પાને ધૂમધામથી ઘરમાં વિરાજીત કરવામાં આવે છે. આવો જાણીએ કેવી રીતે કરશો 
 
ગણેશ સ્થાપના પૂજા.
 
આ દિવસે સવારે આખા ઘરની સાફ-સફાઈ કરી લો. બપોરના સમય સ્નાનાદિથી નિવૃત્ત થયા પછી ઘરની ઉત્તર દિશામાં લાલ કપડું પાથરો. નવા કળશમાં જળ 
 
ભરીને અને તેના મોઢા પર કોરુ કપડુ બાંધીને માટીથી બનેલ ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો. ગણેશજીની મૂર્તિ પર સિન્દૂર ચઢાવીને ષોડશોપચારથી પૂજન કરો.

 
1. સૌ પ્રથમ દીપ પ્રજ્જવલ્લિત કરો.
2. પાણી ચઢાવીને આચમન કરો.
3. પવિત્રકરણ - મૂર્તિ પર જળ છાંટો.
4. ફૂલોનુ આસન પાથરો
5. સ્વસ્તિવાચાન કરો.
6. પૂજા માટે સંકલ્પ લો.
7. ગણપતિજીનુ ધ્યાન કરો.
8. ગણેશજીનુ આહ્વાન કરો.
9. ચોખા ચઢાવીને પ્રતિષ્ઠાપન કરો.
10. દૂર્વાથી જળ છાંટીને મૂર્તિને સ્નાન કરાવો.
11. વસ્ત્ર અને ઉપવસ્ત્ર ચઢાવો.
12. સિન્દૂર ચઢાવો
13. ફૂલ ચઢાવો.
14. દૂર્વા ચઢાવો
15. સુગંધિત ધૂપ અને દીપના દર્શન કરાવો.
16. મોદકનો ભોગ લગાવો.
17. દક્ષિણા અને શ્રીફળ ચઢાવો.
18. ગણેશજીની આરતી ઉતારો
19. ફૂલોથી પુષ્પાંજલિ અર્પિત કરો.
20. ભૂલચૂક માટે ક્ષમા પ્રાર્થના કરો.
21. પ્રણામ કરીને પૂજા સમર્પિત કરો.
 
શ્રદ્ધા મુજબ ગં ગણપતયે નમ: મંત્રનો જાપ કરો. 
 

વધુ જુઓ..

જવાનીમાં કમજોર થઈ રહ્યા છે પગ, સોજો, દુઃખાવો અને ચાલવા ફરવામાં થઈ રહી છે પરેશાની ? આ હોઈ શકે છે કારણ

ઉપવાસમાં બનાવો હલકો અને પૌષ્ટિક ભોજન: સમા અને રતાળુનો ડોસો

Kitchen Hacks: શુ તમે પણ મહિનાઓથી એક જ વાસણ ઘોવાનો સ્પંજ યુઝ કરો છો ? તો જરૂર જાણો તેના નુકશાન

પનીર ભુર્જી સેન્ડવિચ – હેલ્ધી પણ, ટેસ્ટી પણ! ઘરે બનાવો સરળ રેસીપી

સાચી મિત્રતાની કસોટી

વધુ જુઓ..

ગુરૂવારે કેળાના ઝાડની પૂજાનું કેમ છે વિશેષ મહત્વ ? જાણો કયા લોકોએ જરૂર કરવી જોઈએ આ પૂજા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 2 જુલાઈ 2026

રુદ્રાક્ષ પહેરવાથી થાય છે અનેક ફાયદા, જાણો ક્યારે અને કેવી રીતે કરશો ધારણ ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 જુલાઈ 2026

દેવ સ્નાન બાદ બીમાર થયા ભગવાન જગન્નાથ, આટલા દિવસો સુધી મંદિરનાં કપાટ રહેશે બંઘ, જાણો ક્યારે થશે મહાપ્રભુના દર્શન ?

આગળનો લેખ
Show comments