Eco Friendly Ganesha - ઘરે જ બનાવો ઈંકો ફ્રેંડલી ગણેશ...જાણો સરળ વિધિ.. વીડોયો સાથે
શુ તમે આવનારા ગણેશોત્સવને એક નવા અને ક્યારેય ન ભૂલવાના અંદાજમાં મનાવવા માંગશો ? તો આ વખતે ગણેશ ઉત્સવ પર તમારા ઘરમાં તમારા હાથે બનાવેલ ઈકોફ્રેંડલી ગણેશની કરો સ્થાપના. જી હા બજારમાં મળનારી મોંઘી મૂર્તિઓને બદલે ખુદ તમારા પરિવાર સાથે બનાવેલ માટીના ગણેશ વધુ સ્થાપિત કરો.. આ ખૂબ જ સરળ છે..
ઘરે જ બનાવો ઈકો ફ્રેંડલી ગણેશજી બનાવવા માટે તમારે નિમ્નલિખિત સમગ્રીની પડશે જરૂર .
સામગ્રી - 1 કિલો પેપરમિક્સ માટી જેને ક્લે પણ કહેવાય છે ( આ ક્લે કોઈપણ સ્ટેશનરી દુકાન પર ગૂંથેલો મળી જશે), પાણી, ફિનિશિંગ માટે બ્રશ, માટીના વાસણ બનાવવામાં ઉપયોગ થનારા ઓજાર કે ચાકૂ, બોર્ડ અને પૉલીથિન.
બનાવવાની વિધિ - સૌ પહેલા તમે એક સપાટ સ્થાન પર બોર્ડને મુકો અને તેના પર પૉલીથિનને ટેપની સહાયતાથી ચિપકાવી દો.
બનાવવાની વિધિ - સૌ પહેલા તમે એક સમતલ સ્થાન પર બોર્ડને મુકો અને તેના પર પૉલીથિનને ટેપની સહાયતાથી ચિપકાવી દો.
2. હવે પેપર મિક્સ માટી લો અને તેને ત્યા સુધી ગૂંથો જ્યા સુધી તે તમારા હાથમાં ચોંટવી બંધ ન થાય. જો તમારી પાસે માટીનો પાવડર છે તો તમે તેને ગુંદર કે ફેવિકૉલની મદદથી ગૂંથી લો. હવે આને લોટની જેમ તૈયાર કર્યા પછી તેને 3 બરાબર ભાગમાં વહેંચી લો.
3. હવે આ ત્રણ ભાગમાંથી 1 ભાગ લઈને ગોળો બનાવો અને આ ગોળાના 2 બરાબર ભાગ કરો.
4. આ બે માંથી એક ભાગથી આપણે બેસ બનાવવાનો છે. જેના પર ગણેશજી વિરાજમાન થશે. બેસ બનાવવા માટે એ ભાગને ગોળ લાડુનો આકાર આપીને હળવા હાથોથી દબાવીને ચપટો કરી દો. આની જાડાઈ લગભગ 0.5 મિમિ સુધી હોય અને સમગ્ર ગોળાની પહોળાઈ લગભગ 10થી 12 સેમી હોય.
5. હવે આના બીજા ભાગને લઈને તેને ઈંડાનો આકાર આપો. આ અંડાકાર ભાગથી ગણપતિજીનુ પેટ બનશે.
6. આ તો થયુ પહેલા મોટા ભાગનુ કામ. હવે બીજો મોટો ભાગ લો અને તેને 4 સરખા ભાગોમાં વહેંચો. આ ચાર ભાગમાંથી ભગવાન ગણેશના 2 હાથ અને 2 પગ બનશે. હાથ-પગ બનાવવા માટે તમામ ભાગોને એક-એક કરીને પાઇપનો આકાર આપવાનો હોય છે અને પછી તેમને કોઈપણ એકબાજુએથી એક તરફથી પાતળો બનાવવાનો છે. આ લગભગ 7 થી 8 સે.મી ના બનશે.
7. આ બધાને વચ્ચેથી ફોલ્ડ કરો અને તેમને અંગ્રેજી V નો આકાર આપો. અત્યાર સુધી આપણે ભગવાન ગણેશના બેઝ, પેટ, બંને હાથ અને બે પગ બનાવી લીધા છે. હવે આપણે અત્યાર સુધી બનેલા તમામ ભાગોને જોડીશુ.
8. સૌથી પહેલા બેસ ને બોર્ડની વચ્ચે મુકો
9 . તેના પર પગની આકૃતિને પલાંઠી વાળેલી મુદ્રામાં મુકો.
10. હવે પગને ઉપરથી અંડાકાર ગોળાની પાછળની તરફ ચોંટાડીને મુકો
11. હવે કોઈ સાધનની મદદથી પગ અને પેટની વચ્ચે માટીને સમતલ કરી તેને પરસ્પર ચોંટાડો.
12. આ પછી બંને હાથ મૂર્તિ પર લગાવો. બંને હાથના જાડા ભાગને છેડામાંથી થોડી માટી કાઢીને તેમાંથી બે નાના ગોળા બનાવીને પેટના ઉપર તરફ ખભા બનાવતા ચોટાડો
13. હવે હાથને ખભા સાથે જોડો. . હાથની લંબાઈ મૂર્તિના કદના પ્રમાણમાં હોવી જોઈએ.
14. ભગવાન ગણેશના સીધા હાથને આગળથી થોડો વાળીને આશીર્વાદની મુદ્રા બનાવો અને બીજા હાથમાં આગળ પ્રસાદની મુદ્રા બનાવો અને તેના પર એક નાનકડો લાડુ મુકો.
15. હવે ત્રીજા મોટા ભાગનો વારો છે. હવે આ ભાગને લઈને તેને ચાર સમાન ભાગોમાં વહેંચો.
16. આમાંથી એક ભાગ લો, તેમાંથી થોડી માટી કાઢી લો અને ગરદન બનાવો. બાકીની માટીને ગોળ આકાર આપીને ભગવાન ગણેશનું માથું બનાવો. હવે પેટની ઉપર ગરદનનો આકાર અને તેના ઉપર માથાનો આકાર ઉમેરો.
17. હવે બીજો ભાગ લો, તેને સૂંઠનો આકાર આપો અને તેને નાક સાથે જોડો.
18. હવે ત્રીજો ભાગ લો અને તેને બે સરખા ભાગોમાં વહેંચો. એક ભાગ લો, તેને રોટલીની જેમ ચપટી કરો અને વચ્ચેથી બે ભાગમાં કાપી લો. આ બે ભાગ ભગવાન ગણેશના કાન બનશે.
19 હવે આ બંને ભાગનો ગોળાકાર વાળો ભાગ માથાની બંને બાજુ ચોંટાડો અને કાનનો આકાર આપો.
20. હવે આનો બીજો ભાગ લઈને તેને કોનનો આકાર આપો અને માથા પર મુકીને મુગટ બનાવો.
21 હવે ચોથો ભાગ લઈને તેમાંથી થોડી માટી કાઢીને ગણેશજીના દાંત બનાવો. આ વાતનુ વિશે ધ્યાન રાખો કે ગણેશજીનો સીધો હાથની તરફ વાળો દાંત પૂરો થશે અને ડાબા હાથની તરફનો દાંત નાનો રહેશે
22. હવે વચેલી માટીમાંથી ઉંદર બનાવો. ઉંદર બનાવવા માટે માટીના ત્રણ ભાગ કરો. એક ભાગને અંડાકાર બનાવો જેનાથી ઉંદરનુ પેટ બનશે.. બીજા ભાગમાંથી ત્રણ ભાગ કરો. જેનાથી જેમાથી ઉંદરનુ માથુ, કાન અને પૂછડી બનશે. ત્રીજા ભાગના ચાર ભાગ કરો અને ઉંદરના ચાર પગ બનાવો. તમે ચાહો તો આગળના બે પગ હાથની જેમ બનાવીને તેમા લાડુ પણ મુકી શકો છો.
હવે તૈયાર છે તમારા ઈકો ફ્રેંડલી ગણેશ. તેને બનાવ્યા પછી 3 થી 4 દિવસ છાયડામાં જ સુકાવવા દો અને તેના પર તમારી પસંદગીના રંગ ભરીને સજાવો.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો Webdunia Gujarati ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ App ડાઉનલોડ જલ્દી કરો . એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો webdunia. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા અમારા ફેસબુક પેજ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.