Webdunia - Bharat's app for daily news and videos

Install App

CFL બલ્બ છે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક, આ જાણકારી તમારા માટે..

Updated: રવિવાર, 21 ઑક્ટોબર 2018 (08:59 IST)
આમ તો આપણે બધા જાણીએ છીએ કે CFL બલ્બ કેટલી વીજળી બચાવે છે, પણ મોટાભાગના લોકો એ નથી   જાણતા કે આ બલ્બમાં પારો હોય છે જે શરીરમાં જવાથી ખૂબ ઘાતક સિદ્ધ થાય છે. સ્મિથે આવા જ એક બલ્બના ઠંડા થવાની રાહ ન જોઈ અને તેણે હોલ્ડરમાંથી કાઢીને બદલવાની કોશિશ કરી. તે ગરમ હોવાથી તેના હાથમાંથી  છટકીને જમીન પર પડી ગયો. ધરતી પર પડતા જ બલ્બ તૂટી ગયો અને કાંચના ટુકડા વિખરાય ગયા. સ્મિથ ઉઘાડા પગે હતો અને અંધારામાં તેનો પગ કાચના ટુકડા પર મુકાય ગયો અને બલ્બમાં રહેલો પારો ઘાના માધ્યમથી શરીરમાં પ્રવેશ કરી ગયો.  જેને કારણે  2 મહીના સુધી તેને ICUમાં રાખવો પડ્યો અને હવે એને પોતાનો પગ ગુમાવવાનો ડર છે. 
CFL ના સંબંધમાં આ એક જ ખતરો નથી પણ બીજી અનેક બાબતો પર જેના વિશે જાણવુ જરૂરી છે. આવો જાણીએ CFLના તૂટતા પર કરવું - 
 
1. ક્યારે પણ CFL ને તરત જ ન બદલશો પણ તેના ઠંડો થવાની રાહ જુઓ.
 
 
2. CFL તૂટી જતા તરત જ રૂમમાંથી નીકળી જાઓ, ધ્યાન રાખો કે પગ કાંચના ટુકડા પર ન પડે. 
3. પંખો,એસી  વગેરે બંધ કરી દો જેથી પારો ફેલાય ન જાય. 
 
4. ઓછામાં ઓછા 15-20 મિનિટ પછી રૂમમાં પ્રવેશ કરીને તૂટેલા કાંચને સાફ કરો. પંખો બંધ રાખો અને મોઢું ઢાંકીને રાખો. હાથના મોજા અને કાર્ડબોર્ડની મદદથી કાંચને એકત્ર કરો. સાવરણીનો  ઉપયોગ ન કરશો.. તેનાથી પારો ફેલાવવાનો ભય રહે છે. કાંચના બારીક કણને ટેપની મદદથી ચોંટાડીને સાફ કરો. 
 
5. કચરા ફેંક્યા બાદ સાબુથી હાથ ધોવાનું ભૂલશો નહી.  
 
6. જો કોઈ કારણસર વાગી ગયુ હોય તો તરત જ ચિકિત્સકને બતાવો અને તેમને તમારા ઘા વિશેની સાચી અને  સંપૂર્ણ માહિતી આપો. 
 
સીસુ અને આર્સેનિકથી પણ વધુ ઝેરીલો અને ઘાતક હોય છે પારો. આથી CFLનો ઉપયોગ કરતી વખતે ખૂબ સાવધાની રાખો.  આ માહિતી વધુથી વધુ લોકોને શેયર કરો અને બીજાને તેનાથી થતી દુર્ઘટનાથી બચાવો. 

વધુ જુઓ..

ગુજરાત સરકારની નવી માર્ગદર્શિકા: સરકારી કર્મચારીઓ માટે વિદેશ પ્રવાસ પહેલાં 'કર્મયોગી પોર્ટલ' પર ૪૫ દિવસ અગાઉ પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત

ઇંગ્લેન્ડ પહોંચતાં જ શોએબ અખ્તરે બાબર આઝમને બતાવી ઔકાત; કહ્યું- 'અંગ્રેજો તમારા સામે ભૂલ નહીં કરે'

વડોદરાના ઉંડેરામાં પરિણીતાનો આપઘાત, સાસરિયાના ત્રાસનો આક્ષેપ

પ્લેનથી નહી પણ નશેડી પાયલોટથી ડર લાગે છે, એર ઇન્ડિયા ફુકેટ-દિલ્હી ફ્લાઇટના કેપ્ટનનો ગાંજાનો ટેસ્ટ પોઝિટિવ .

વડોદરામાં રેબીઝનો ચોંકાવનારો કિસ્સો: કૂતરાના કરડ્યા બાદ યુવક પોતાને જ કરડવા લાગ્યો, લોકો પર હુમલાનો પ્રયાસ

વધુ જુઓ..

Tiranga Pulav recipe - ત્રિરંગા પુલાવ

Dashama Vrat Wishes 2026 in Gujarati - જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનારા દશામા વ્રતની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -12 ઓગસ્ટ 2026

આજે દિવાસો અને અષાઢી અમાસ - આજે આ ઉપાય કરશો તો મળશે લક્ષ્મી કૃપા

હરિયાળી અમાસની હાર્દિક શુભેચ્છા

આગળનો લેખ
Show comments