શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (15:53 IST)

હિન્દુ ધર્મ - આ કારણે પૂજામાં દિવો પ્રગટાવવો શુભ કહેવાય છે,

ભારતીય સભ્યતામાં દીવો પ્રગટાવવાનુ પ્રમાણ અનેક હજાર વર્ષ જુનુ છે. હિન્દુ ધર્મ અને વેદોમાં અગ્નિને દેવતાસ્વરૂપ માનવામાં આવે છે. સાથે જ પૂજા કે કોઈપણ શુભ કાર્ય પહેલા ભગવાનની સામે દીવો પ્રગટાવવો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પણ શુ તમને ખબર છે કે તેની પાછળનુ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ શુ છે. 
 
ધાર્મિક કારણ 
 
દીવાને રોશનીનુ પ્રતિક માનવામાં આવે છે. સાથે જ સકારાત્મક લાવવા અને દરિદ્રતા દૂર કરનારુ પણ સમજવામાં આવે છે. હિન્દુ શાત્ર મુજબ પૂજામાં ભગવાન સામે દીવો પ્રગટાવવો જરૂરી છે કારણ કે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને લક્ષ્મી માતાનો સ્થાઈ રૂપમાં નિવાસ થાય છે. 
 
વૈજ્ઞાનિક કારણ 
 
દીવામાં વપરાતા ગાયના ઘીમાં રોગાણુઓએન ભગાડવાની ક્ષમતા હોય છે. અને જ્યારે આ અગ્નિના સંપર્કમાં આવે છે તો વાતાવરણને પવિત્ર બનાવી દે છે અને પ્રદૂષણને દૂર થાય છે.  કારણ કે અગ્નિમાં બળ્યા પછી કોઈપણ વસ્તુ નાના-નાના અદ્દશ્ય ટુકડામાં બદલાઈને વાતાવરણમાં ફેલાય જાય છે. 
 
દીવો પ્રગટાવતી વખતે ધ્યાન રાખો આ વાતો 
 
1. દેવી-દેવતાઓની સામે ઘી નો દીવો ડાબી બાજુ અને તેલનો દીવો જમણી બાજુ મુકવો જોઈએ 
 
2. પૂજા દરમિયાન દીવો ઓલવવા ન દેશો.  કારણ કે આ અશુભ માનવામાં આવે છે. 
 
3. ઘી ના દીવામાં સફેદ રૂ અને તેલના દીવામાં લાલ દોરાની વાત(બત્તી) નો ઉપયોગ કરવો જોઈએ.