ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 17 મે 2018 (16:48 IST)

Light પડેલ મેહંદીને આ ટીપ્સથી કાઢવી (Tips)

તહેવારો, લગ્ન અને ઘણી વાર ફંકશનમાં મહિલાઓ સજે-સંવરે છે. તેના સાજ-શ્રૃંગારમાં એક ભાગ હોય છે હાથ પર મેહંદી મૂકવાનો. મહિલાઓ આ વાતનો ખાસ ધ્યાન રાખે છે કે તેની મેહંદીનો ડાર્ક રંગ આવે. ડાર્ક મેહંદી બધાને જેટલી પસંદ હોય છે તેટલી જ ખરાબએ રંગ ઝાંખુ થવા પર લાગે છે. 
 
મેંહદી ક્યારે પણ એક વારમાં નહી ઉતરતી. તેનો રંગ ધીમે-ધીમે જ ઝાંખા થાય છે. હમેશા તેનો રંગ જ્યારે ઝાંખા થવા લાગે છે તો તેને તરત ઉતારવાના મન કરે 
 
છે. એવી ફીકી પડેલી મેહંદીને તરત હટાવવા માટે ઘણા ઘરેલૂ ઉપાય છે. આ ટિપ્સથી તમે પણ ઝાંખી પડેલી મેહંદીને હટાવી શકો છો. 

એંટી બેક્ટીરિયા સાબુ 
એંટી બેકટીરિયા સાબુથી દિવસમાં 12-15 વાર હાથ ધોવાથી મેહંદીનો રંગ કાઢવા લાગે છે. મેહંદીનો રંગ ખૂબ જલ્દી ઉતરી જશે. 
મીઠું 
મીઠું એક ક્લીંજરના રૂપમાં કામ કરે છે. મેહંદીનો રંગ હટાવવા માટે 1 વાટકી પાણીમાં થોડું મીઠું મિક્સ કરી તે પાણીમાં હાથને  15 થી 20 મિનિટ સુધી ડુબાડીને રાખો. ત્યારબાદ હાથને ધોઈ લો. 
 

સ્ક્રબ 
ફેસ સ્ક્રબને હાથ પર લગાવીને થોડા મિનિટ રગડવું. આવું કરવાથી હાથથી મેહંદી હટશે અને સાથે જ હાથ સુંદર પણ લાગશે. 
ટૂથપેસ્ટ 
મેહંદી ઉતારવા માટે ટૂથપેસ્ટને હાથ અને પગ પર લગાવો. તેન સૂકવા દો. ટૂથપેસ્ટ સૂક્યા પછી તેને રગડીને સાફ કરવું. 

બેકિંગ સોડા 
બેકિંગ સોડામાં બ્લીચિંગ ગુણ હોય છે. મેંહદી દૂર કરવા માટે 1 ચમચી બેકિંગ સોડામાં થોડા ટીંપા લીંબૂના રસની નાખી મિશ્રણ બનાવી લો. આ મિશ્રણને હાથ પર 15 મિનિટ માટે લગાવો. તેને હટાવવા માટે હાથને હૂંફાણા પાણીથી ધોઈ લો.